Chhota Udepur માં શાળાઓમાં પાણી ભરાઈ જતા બાળકોને હાલાકી, સરકાર અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થા ક્યારે સુધરશે ?

August 24, 2024

Chhota Udepur : ગુજરાતમાં સારા શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ જયારે આપણે પાયાના શિક્ષણની વાત કરીએ તો માત્ર કાગળ પર જ રહી જતી હોય છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં જો અત્યારે આપણે શિક્ષણની પરિસ્થિતિ જોઈએ તો શાળાઓ જર્જરિત હાલતમાં છે. શિક્ષકોનો અભાવ જોવા મળતો હોય છે. અને ખાસ તો આદિવાસી વિસ્તારમાં ભણતા બાળકો સુધી શિક્ષણની પૂરતી વ્યવસ્થાઓ પહોંચતી જ નથી તેવું કહી શકાય. ખાસ તો આદિવાસી વિસ્તારના બાળકો આ સારા શિક્ષણથી વંચિત રહેતા હોય તેવું લાગી રહ્યું છે. છોટા ઉદેપુરમાં પણ શિક્ષાની આવી જ કંઈક કથળતી સ્થિતિ જોવા મળી રહી છે.

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં હંમેશા શાળાના બાળકોને અગવડ જ પડતી જોવા મળે છે. બાળકોને ભણવા માટે શાળાએ જવું તો હોય છે. પરંતુ જો એ શાળામાં ભણવું હોય તો જીવને જોખમમાં મુકવો પડશે. પરંતુ છોટાઉદેપુરના નસવાડીમાં ડુંગરાળ વિસ્તાર છે અને ત્યાં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તેના કારણે શાળાઓમાં પાણી ભરાય ગયા છે. નસવાડીના પિસાયતા શાળામાં માત્ર પાણી પાણી જોવા મળે છે. શાળામાં પાણી ભરાતા શાળાના રેકોર્ડ રૂમ, કોંપ્યુટર લેબ, કોમ્પ્યુટર, લેપટોપ તમામ સાધનો પલળી ગયા છે. જે કારણે હવે શિક્ષકો અને બાળકો વરસાદી પાણી કાઢવા મજબૂર બન્યા છે. સ્કૂલમાં બાળકો આમતો ભણવા માટે જાય છે. પરતું આ વિસ્તાર અંતરિયાળ વિસ્તાર છે. અને આદિવાસી વિસ્તાર છે. એટલા માટે સરકાર આ ગામોની શાળામાં ધ્યાન આપવામાં રસ દાખવતી નથી. અને એટલા માટે જ આટ આટલીવાર અહેવાલો સામે આવ્યા છે. તેમ છતાં પણ આ સ્કૂલોમાં કોઈ જ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. અને બાળકોને હાલાકીનો સામનો કરવો પડે છે… ત્યારે આ બાળકો સામે હવે સરકાર ક્યારે જોશે?

આ પણ વાંચોKolkata Doctor Death : કોલકાતાની ઘટનામાં મુખ્ય આરોપી સંજય રોયની ધરપકડ, જુઓ તે રાતની CCTVમાંથી લીધેલી આ તસવીર

Read More

Trending Video