Chhota Udepur : છોટા ઉદેપુરમાં આદિવાસી સમાજ બાળકોના શિક્ષણને લઇ મેદાને, ઊંઘતી સરકારને જગાડવાનો અનોખો પ્રયાસ

September 9, 2024

Chhota Udepur : ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે, કે જેમાં શિક્ષણને લગતી સમસ્યાઓ જોવા મળતી હોય છે. તેમાં પણ સૌથી વધુ શિક્ષણની સમસ્યા આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. આઝાદીના આટલા વર્ષો થવા છતાં પણ ઘણા બધા આદિવાસી વિસ્તારમાં શાળા નથી કે, પૂરતા શિક્ષકો નથી અને શાળાના ઓરડાઓ ભયજનક હાલત માં જોવા મળતા હોય છે. ત્યારે આવીજ એક ઘટના છોટાઉદેપુરથી સામે આવી છે. જેમાં આદિવાસી સમાજ શિક્ષણની સમસ્યાથી ત્રસ્ત થઈને ઢોલનગારા વગાડીને ઊંઘતી સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહી છે.

Chhota Udepur

છોટા ઉદેપુરમાં શાળાઓની સમસ્યાને લઈને આદિવાસી સમાજ મેદાને

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોને લઈને રેલી કાઢી હતી. નસવાડી તાલુકામાં 210 ગામો આવેલા છે, જેમાં 246 પ્રાથમિક શાળાઓમાં 250થી વધુ શિક્ષકોની ઘટ્ટ છે. જેનાથી આદિવાસી બાળકોના શિક્ષણ ઉપર અસર પડી રહી છે. આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની પણ ઘટ છે. તેમજ શાળામાં ઓરડાઓ જર્જરિત અને ભયજનક હાલતમાં છે, સાથે જ 28 રૂટો ઉપર ચાલતી ટ્રાન્સ્પોટેશન સુવિધા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે 1680 જેટલા આદિવાસી બાળકોને પગપાળા ચાલીને શાળાએ જવું પડે છે. સાથે જ બાળકોને મળતી શિષ્યવૃતિમા DBT પદ્ધતિ દૂર કરવા સાથે જ શિક્ષણને લગતા પ્રશ્નોને લઈને આદિવાસી સમાજે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.

Chhota Udepur

આદિવાસી વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે આદિવાસી વિસ્તાર સાથે ગુજરાતની શાળાઓમાં હજારો શિક્ષકોની ઘટ છે. ત્યારે શિક્ષણ મંત્રી કાયમી શિક્ષકોની ભરતી કરતા નથી. માટે બાળકોને શિક્ષણથી વંચિત રેહવું પડે છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે, સરકાર ક્યારે શિક્ષકોની ભરતી કરશે ? અને ક્યાં સુધી બાળકોને શિક્ષણથી વંચિત રેહવું પડશે ?

આ પણ વાંચોSanjay Raut : ‘અમિત શાહ લાલબાગના રાજાને ક્યાંક ગુજરાત લઈને ન જતા રહે’, સંજય રાઉતનું ફરી એક વિવાદાસ્પદ નિવેદન

Read More

Trending Video