Chandipura virus : સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાઇરસથી મૃત્યુઆંક વધતા તંત્રમાં દોડધામ

August 3, 2024

Chandipura virus :ગુજરાતમાં (gujarat) ચાંદીપુરા વાયરસે (Chandipura virus) અજગરી ભરડો લીધો છે. દિવસેને દિવસે ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે મૃત્યુંઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar)પણ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાઇરસથી મૃતકઆંક વધતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં બાળરોગના નિષ્ણાંતો ન નથી ત્યારે બીજી તરફ ચાંદીપુરાના કેસો પણ સતત વધી રહ્યા છે જેના કારણે ચિંતાનો માહોલ વ્યાપ્યો છે.

સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાઇરસથી મૃત્યુઆંક વધતા તંત્રમાં દોડધામ

પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસના અત્યાર સુધીમાં 6 કેસો નોંધાયા જેમાં 2 બાળકોના સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વધતા કેસો અને મૃત્યુઆંકને જોતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમોએ આંગડવાડી પ્રાથમિક શાળાઓ અને કાચા મકાનોમાં ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે તાત્કાલિક 278 ટીમો કામે લગાવામાં આવી છે. જિલ્લામાં કાચા મકાનોનો સર્વે હાથ ધરી ત્યાં પણ ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય વિભાગે કરી આ અપીલ

જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર વધતા આરોગ્ય વિભાગે બાળકોને તાવ આવે આંચકી આવે શરીરના નબળાઇ આવે તો તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં માટે અપીલ કરી છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસ

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કુલ 151 કેસ નોંધાયા છે. આ સાથે મૃત્યુઆંક 65એ પહોંચ્યો છે. રાજ્યમાં જે કેસો નોંધાયા છે તેમાં સાબરકાંઠા-16, અરવલ્લી-07, મહીસાગર- 03, ખેડા-07, મહેસાણા-09, રાજકોટ-07, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-08, પંચમહાલ-16, જામનગર-06, મોરબી-06, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-04, વડોદરા-07, નર્મદા-02, બનાસકાંઠા-09, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01, દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પેરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર-01, તેમજ ગીર સોમનાથમાં 01 શંકાસ્પદ કેસો મળ્યા છે.

આ પણ વાંચો : ગૌણ સેવાના અધ્યક્ષ Hasmukh Patel નું ટ્વિટર એકાઉન્ટ હેક થયું ? એકાએક થયા આ ફેરફાર

Read More

Trending Video