Chandipura Virus in surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે ભરડો લીધો છે. આજે સુરેન્દ્રનગરના (surendranagar) વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના (Chandipura Virus) પગલે મોત નિપજ્યું છે આ સાથે સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત નિપજ્યા છે.આ સાથે સુરેન્દ્રનગરમાં હાલ 6 જેટલા કેસો નોંધાયેલા છે.એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયુ વેગે પ્રસરી રહ્યો છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરની એક પણ સરકારી હોસ્પિટલમાં બાળરોગના નિષ્ણાત ડોક્ટરો જ ન હોવાનું સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરની એક પણ સરકારી હોસ્પિટલમાં બાળરોગના નિષ્ણાત ડોક્ટરો જ નથી
સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરની એક પણ સરકારી હોસ્પિટલમાં બાળરોગના નિષ્ણાત ડોક્ટરો જ ન હોવાનું સામે આવ્યું છે. હાલ ચાંદીપુરા કેસો વાયુવેગે પ્રસરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં 6 કેસો હાલ નોંધાયેલા છે.આ સાથે અત્યાર સુધી ચાંદીપુરા વાયરસે 2 બાળકોનો ભોગ પણ લીધો છે.ત્યારે આરોગ્ય લક્ષી મોટી વાતો વચ્ચે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલોની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. અહીં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ CHC PHC કેન્દ્રમાં 21 મેડિકલ ઓફીસરોની જગ્યાઓ ખાલી છે. તેમ છતા આવા કેન્દ્ર ભગવાન ભરોસે ચાલી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં બાળકોના સ્પેશિયલ ડૉક્ટરો ન હોવાના પગલે અહીં હાલ ચાંદીપુરાના જે પણ કેસ નોંધાઇ રહ્યા છે તેમને રાજકોટ અને અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.ત્યારે તાત્કાલિક બાળરોગના નિષ્ણાંત ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
2 બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના પગલે 2 બાળકોના મોત બાદ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસથી મૃતકઆંક વધતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. એકાએક જાગેલા તંત્ર દ્વારા આરોગ્યની 256 ટિમો કામે લગાવામાં આવી છે. જે ગામોમાં ચાંદીપુરાના પોઝીટીવ કેસો દાખલ થયા છે ત્યાં આવેલા કાચા ઘરોમાં ફોગિંગ અને દવા છટકાવને કામગીરી હાથ ધરવામાં આવી છે. વસ્તડી સહિતના જે વિસ્તારમાં સેન્ડ ફ્લાઈ માખીના નમુમાં મળ્યા છે તેને પણ ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાઈરસના કારણે ડેથરેટ 40℅એ પહોંચ્યો છે. ત્યારે ચાંદીપુરા વાઇરસના વધતા કેસોએ આરોગ્યની ચિંતામાં વધારો કર્યો છે.
તબીબો જ નથી તો બાળકોની સારવાર કેવી રીતે થઈ શકે ?
મહત્વનું છે કે, સરકાર દ્વારા આરોગ્યલક્ષી મોટી મોટી જાહેરાતો બહાર પાડવામા આવે છે. રાજ્યમાં આરોગ્યલક્ષી સુવિધાઓના નામે બણગા ફૂકતી સરકાર સરકારી હોસ્પિટલોમાં જગ્યા ખાલી હોવા છતા બાળકોના નિષ્ણાંત ડોક્ટોરીની ભરતી કેમ નથી કરી રહી ? રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકો જીવ ગૂમાવી રહ્યા છે. સરકાર આરોગ્યના પગલા લઈ રહી હોવાના દાવા કરી રહી છે. પરંતુ જે સરકારી હોસ્પિટલોમાં તબીબો જ નથી તો બાળકોની સારવાર કેવી રીતે થઈ શકે ? આવી રીતે બાળકોનો જીવ કેવી રીતે બચાવી શકાશે ? સુરેન્દ્રનગરના લોકોને બાળકોની સારવાર માટે ક્યાં સુધી રઝળવું પડશે ? આ મામલે તંત્ર ધ્યાન આપે અને સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત ડોક્ટરોની ભરતી કરે જેથી બાળકોને ઝડપથી સારવાર મળી રહે તેવી માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો : Rajasthan: જયપુરમાં પણ દિલ્હી જેવી દુર્ઘટના, બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાતા 4 વર્ષની બાળકી સહિત 3 ના મોત