Chandipura Virus in surendranagar: કોરોના (corona) બાદ ચાંદીપુરા વાયરસે (Chandipura Virus) દેશમાં હાહાકાર મચાવ્યો છે. તેનો સૌથી વધુ પ્રકોપ ગુજરાતમાં (Gujarat) જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં 56 મોત થયા છે. ત્યારે સુરેન્દ્રનગરના (surendranagar)વસ્તડીમાં 10 વર્ષના બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.
10 વર્ષના બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ
પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગરના વસ્તડીમાં 10 વર્ષના બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 10 વર્ષના બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવતા બાળકને ક્રિટિકલ હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મહત્વનું છે કે, સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસના 6 શંકાસ્પદ કેસો નોંધાયા છે. આ 6 પૈકી 3 બાળકોના ચાંદીપુરાના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો
જાણકારી મુજબ સુરેન્દ્રનગરમાં સ્પેશિયલ ડૉક્ટરો ન હોવાના પગલે રાજકોટ સારવાર માટે બાળકોને લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયુ વેગે પ્રસરી રહ્યો છે જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. અહીં પાટડીના 1 બાળકનું મોત પણ થઈ ચૂક્યું છે. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસોને લઈને તંત્રએ પણ તકેદારીના પગલા લઈ રહ્યું છે. કાચા મકાનોનો સર્વે હાથ ધરી દવા અને ફોગિંગ કરવાની કામગીરી તંત્રની ટીમોએ હાથ ધરી છે.