Chandipura Virus in Gujarat: ગુજરાતમાં (Gujarat) ચાંદીપુરા વાયરસના કેસમાં (Chandipura Virus cese) સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ નવા કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. જે હવે સમગ્ર રાજ્ય માટે ચિંતાનું કારણ બની રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 બાળકોના મોત થયા છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ ત્રણ બાળકના મોત
જાણકારી મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે કુલ 56 બાળકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 131 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ આવ્યા છે.આ શંકાસ્પદ પૈકી 47 કેસો હાલ પોઝિટિવ જોવા મળ્યા છે. આ વાયરસથી 38 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થઇ ઘરે ગયા છે.
રાજ્ય સરકાર વધતા કેસોને રોકવામા અસમર્થ
ચાંદીપુરા વાયરસ સતત ફેલાઈ રહ્યો છે. ઘણા નવા કેસો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. તેના ચેપને વધતા જોઈને, રાજ્ય સરકારે આ રોગને નિયંત્રણમાં લેવા માટે ઘણા પગલાં લીધાં છે. પરતુ રાજ્ય સરકાર વધતા કેસોને રોકવામા અસમર્થ નિવળી રહી છે.
આ પણ વાંચો : લ્યો બોલો ! ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનું જ ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયું, હર્ષ સંઘવીએ લોકોને કરી અપીલ