Chandipura Virus in Gujarat: સુરેન્દ્રનગરમાં છેલ્લા 5 કલાકમાં 2 ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસ નોંધાયા

July 26, 2024

Chandipura Virus in Gujarat:રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) હાહાકાર મચાવ્યો છે. બાળકોમાં ફેલાતા આ રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ચાંદીપુરા (Chandipura) વાઇરસ (Virus)ની ભારે અસર જોવા મળી હતી. પ્રાપ્ત વગતો મુજબ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કૂલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા છે આ સાથે મૃત્યુઆંક 44 સુધી પહોંચ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વસ્તડી ગામે ચાંદીપુરા વાઇરસનો શંકાસ્પદ કેસ નોંધાયો.

સુરેન્દ્રનગરમાં છેલ્લી 5 કલાકમાં 2 ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસ નોંધાયા

પ્રાપ્ત જાણકારી મુજબ છેલ્લી 5 કલાકમાં સુરેન્દ્રનગરમાં 2 ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસો દાખલ થયા છે. સુરેન્દ્રનગરના વસ્તડીમાં 10 વર્ષના બાળકને તાવ અને ખેંચ આવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વસ્તડીમાંથી ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમે વસ્તડી ગામમાં ધામા નાખ્યા છે. ગામમાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ફોગિંગ અને દવા છટકાવ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં 5 કલાકમાં બીજો શંકાસ્પદ કેસ બાળકની હાલત ગંભીર હોવાના પગલે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Chandipura Virus in Gujarat : કેન્દ્ર સરકારે પુનાથી બે NIV ની ટીમ અરવલ્લીમાં મોકલી, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કરી તપાસ

Read More

Trending Video