Chandipura Virus: કોરોના વાયરસ (corona virus) બાદ હવે ગુજરાતમાં (Gujarat) નવા વાયરસે માથું ઉચક્યું છે. ગુજરાતમાં 6 જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો (Chandipura Virus) કહેર જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા (sabarkantha) બાદ અમદાવાદ (Ahemedabad) અને પંચમહાલ (Panchmahal) સુધી આ વાયરસનો કહેર પહોંચ્યો છે આ વાયરસથી સંક્રમણની સંખ્યાની સાથે ધીરે ધીરે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આ વાયરસના કારણે રાજ્યમાં વધુ એક બાળકનું મોત નિપજ્યું છે. પંચમહાલ જિલ્લાની બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયુ હોવાનું સામે આવ્યું છે.
ચાંદીપુરા વાયરસે લીધો વધુ એક બાળકનો ભોગ
પ્રાપ્ત જાણકારી મુજબ પંચમહાલ જિલ્લાની બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયુ છે. પંચમહાલના ગોધરાના કોટડા ગામની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાતા તેને સારવાર અર્થે વડોદરામાં ખસેડવામાં આવી હતી ત્યારે સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું છે. જો કે, હાલમાં બાળકીનો રિપોર્ટ પૂણે લેબમાં મોકલવામાં આવ્યો છે, રિપોર્ટ બાદ મોતનુ સાચુ કારણ સામે આવશે.
આ જિલ્લામાં નોંધાયા કેસ
મહત્વનું છે કે, ચાંદીપુરા વાયરસનો કહેર ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને રાજકોટ બાદ હવે અમદાવાદ અને પંચમહાલ સુધી પહોંચ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવ્યો છે. અહીં સાત વર્ષના બાળકને લક્ષણો દેખાતા દાખલ કરાયો હતો. તેના અમદાવાદ સિવિલમાંથી સેમ્પલ લઈ લેબમાં મોકલાયા છે.
અત્યાર સુધીમાં આટલા બાળકોના મોત
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાઇરસના 15 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. આજે વધુ એક બાળકનું ચાંદપરા વાયરસના કારણે મોત થતા રાજ્યમાં મૃત્યુના આંકડો 8 થયો છે અને 5 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો : આકાશી આફતનો કહેર ! Jamnagarમાં વીજળી પડતા ખેત મજૂરનું મોત