Chandipura Virus: વડોદરામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો, સયાજી હોસ્પિટલમાં આવ્યા 3 શંકાસ્પદ કેસ

July 18, 2024

Chandipura Virus: ગુજરાતમાં (Gujarat) ચાંદીપુરા વાઈરસનો ( Chandipura Virus) કહેર વધ્યો છે.છેલ્લા 9 દિવસમાં 27થી વધુ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને મોતનો આંકડાઓ 15 સુધી પોહોંચ્યો છે, ત્યારે વડોદરાની (Vadodara) સરકારી સયાજી હોસ્પિટલમાં ( Sayaji Hospital) પણ 3 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ આવ્યા છે.

સયાજી હોસ્પિટલમાં આવ્યા ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ

એસએસસીના હેલ્થ બુલેટિન પ્રમાણે આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 3 કેસો ગ્રામ્ય વિસ્તરના છે.સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ માટે અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે,ચાંદીપુરા વાયરસ માટે કોઈ એન્ટી વાયરલ વેક્સિનની હજુ સુધી ખોજ થઇ નથી એટલે આ વાયરસને ખતરનાક પણ માનવામાં આવે છે.

ચાંદીપુરા વાયરસને લઈને સયાજી હોસ્પિટલમાં કેવી છે તૈયારીઓ ?

સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસને લઈને કેવી તૈયારીઓ છે તે અંગે આર એમ ઓ. દેવશી હેલૈયાએ જણાવ્યું હતુ કે, તબીબો મોટા પ્રમાણમાં છે આ સાથે હોસ્પિટલમાં તમામ સુવિધાઓ પણ છે એટલા માટે જે પણ આવા કેસ આવે તેના માટે અમે સજ્જ છીએ જે પણ દર્દી અહીં આવશે તેને પુરેપુરી સારવાર મળશે. અત્યારે શંકાસ્પદ 3 કેસ છે હજુ તેની પુષ્ટી થઈ નથી. અહીં કોઈ પોઝીટીવ કેસ આવ્યો હોય અને તેનું મૃત્યુ થયુ હોય તેવું કોઈ નથી. અહીં જે પ્રમાણે જરુરિયાત પડે તે પ્રમાણે વ્યવસ્થા થતી હોય છે.

વધુમાં તેમણે કહ્યું કે, આ વાયરસની હજુ સુધી કોઈ વેક્સિન બની નથી. જેથી તકેદારી રાખવા માટે સુચન કર્યું હતું.

 આ પણ વાંચો : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધી 15 બાળકોએ ગુમાવ્યો જીવ

Read More

Trending Video