Chandipura Virus : ગુજરાતમાં ( Gujarat) ચાંદીપુરા વાયરસનો (Chandipura virus) કહેર વધ્યો છે.જેને લઇ ચિંતા છવાઈ છે. છેલ્લા અમુક દિવસોમાં જ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. પહેલા આ વાયરસના એટલા કેસ નહોતા એટલા માટે એટલી ચિંતા નહોતી પણ હવે જે રીતે આ વાયરસના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે તેના કારણે બાળકોના માતા-પિતા તેમજ રાજ્ય સરકારનું ટેન્શન વધ્યું છે. ગઈ કાલે ચાંદીપુર વાયરસના કારણે મૃત્યુંઆક 9 હવે ત્યારે આજે મૃત્યુઆંકમાં વધારો થયો છે.હવે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 21 થયો છે.
ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક વધીને 21 થયો
તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ રાજયમાં ચાંદીપુર વાયરસના કારણે 21 બાળકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં તાજેતરમાં રાજકોટમાં 3, અમદાવાદમાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું આ વાયરસના કારણે મોત નિપજ્યું છે. જ્યારે રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 35 થઈ છે.
ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકારે બોલાવી બેઠક
રાજ્યમાં ચાંદીપુર વાયરસના વધતા જતા કહેરના કારણે રાજ્ય સરકારની ચિંતા પણ વધી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યમાં વાઇરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠકમાં મુખ્યમંત્રી રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવશે.
ચાંદીપુરા વાયરસના ક્યા કેટલા કેસ નોંધાયા અને કેટલા મોત થયા ?
આ વાયરસ શરુઆતમાં અરવલ્લીના એક ગામમાં નોંધાયો હતો હવે તે અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરો સુધી પણ પહોંચ્યો છે. અમદાવાદમાં ત્રણ શંકાસ્પદ કેસ નોંધાતા તેમને અસારવા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જેમાંથી બે બાળકોના મોત થયા છે. રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આ વાયરસના કારણે 5 બાળકોના મોત થતા ખળભળાટ મચી ગયો છે. આ સાથે પંચમહાલ અને મોરબીમાં પણ બે-બે બાળકોના મોત થયા છે. સાબરકાંઠામાં બે અને અરવલ્લીમાં 3 બાળકોના મોત થયા છે. મહિસાગર, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં આ વાયરસના કારણે એક- એક બાળકનું મોત થયુ છે. ખેડા અને ગાંધીનગરમાં પણ આ વાયરસનો એક-એક કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો : Gandhinagar: બેફામ કારચાલકે શિક્ષિકાને હવામાં ફંગોળી, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ