Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો, ક્યા જિલ્લામાં કેટલા શંકાસ્પદ કેસ મળ્યા ?

July 21, 2024

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 71 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જ્યારે 27 લોકોના મોત થયા છે. રાજ્યના 23 જિલ્લામાં આ વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. જેમાં સાબરકાંઠામાં 8, અરવલીમાં 4, મહિસાગરમાં 2, ખેડામાં 5, મહેસાણામાં 4, રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ (Ahmedabad) શહેરમાં 4, ગાંધીનગર (Gandhinagar)માં 5, પંચમહાલમાં 11, જામનગર (Jamnagar)માં 5, મોરબીમાં 4નો સમાવેશ થાય છે. , ગાંધીનગર શહેરમાં 2, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 2, વડોદરા (Vadodara)માં 1, નર્મદામાં 1, બનાસકાંઠામાં 02, વડોદરા શહેરમાં 01, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને કચ્છમાંથી પણ એક એક શંકાસ્પદ વ્યક્તિ સામે આવી છે.

સાબરકાંઠામાં 1, અરવલીમાં 2, મહેસાણામાં 2, ગાંધીનગરમાં 1, પંચમહાલમાં 1, મોરબીમાં 1 અને વડોદરામાં 1 દર્દી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. ગુજરાતમાં 71 શંકાસ્પદ કેસમાંથી 27 દર્દીઓના મોત થયા છે. જેમાં સાબરકાંઠામાં 2, અરવલીમાં 3, મહિસાગરમાં 1, મહેસાણામાં 2, રાજકોટમાં 2, સુરેન્દ્રનગરમાં 01, અમદાવાદ શહેરમાં 3, ગાંધીનગરમાં 1, પંચમહાલમાં 4, મોરબીમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, 2નો સમાવેશ થાય છે. દાહોદ, વડોદરામાં 1 દર્દીનું અને દેવભૂમિ દ્વારકામાં 1 દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 41 દર્દીઓ દાખલ છે અને 3 દર્દીઓ સાજા થયા છે. આ વાયરસના વધતા સંક્રમણને જોતા આરોગ્ય વિભાગની ટીમોએ કુલ 17248 ઘરોમાં 121826 વ્યક્તિઓની તપાસ કરી છે.

ચાંદીપુરા વાયરસ શું છે?

પહેલો કેસ વર્ષ 1966માં મહારાષ્ટ્રમાં સામે આવ્યો હતો. આ વાયરસની ઓળખ નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી, તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે ચાંદીપુરા વાયરસ એક RNA વાયરસ છે, જે મોટાભાગે માદા ફ્લેબોટોમાઈન ફ્લાય દ્વારા ફેલાય છે. મચ્છરોમાં જોવા મળતા એડીસ તેના ફેલાવા માટે જવાબદાર છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?

ચાંદીપુરા વાઇરસને કારણે દર્દીને તાવની ફરિયાદ થાય છે. તેમાં ફલૂ જેવા લક્ષણો અને ગંભીર એન્સેફાલીટીસ છે. એન્સેફાલીટીસ એ એક રોગ છે જેના કારણે મગજમાં સોજો આવે છે.

આ પણ વાંચોGujarat Rain Forecast : ગુજરાત સહિત અનેક રાજ્યોમાં IMD નું રેડ એલર્ટ, આગામી બે ભારે વરસાદની ચેતવણી 

Read More

Trending Video