ગુજરાતમાં અનેક મોટા પ્રશ્નો,સરકાર ટૂંકી મુદતનું સત્ર બોલાવી જનતાનો અવાજ દબાવવાની કોશિશ કરે છે : ચૈતર વસાવા

August 21, 2024

Chaitar Vasava on Gujarat Assembly session : ગુજરાત વિધાનસભા સત્રનું ( Gujarat Assembly session) આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ થયું છે. આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી છે જેના પગલે માત્ર સરકારી વિધેયક પર ચર્ચા જ થશે. ત્રીદિવસીય સત્રમાં બેઠક પ્રારંભે 1 કલાક માટે યોજાતી પ્રજા પ્રશ્નોને વાચા આપતી પ્રશ્નોત્તરી રદ્દ કરીને માત્ર ટુંકી મુદતના પ્રશ્નોની ચર્ચા ગુહમાં થશે. ત્યારે વિધાનસભા સત્રના પહેલા જ દિવસે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. સરકારે ટૂંકી મુદતનું સત્ર બોલાવતા ગૃહમાં જનતાનો અવાજ દબાયો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. ત્યારે આ મામલે હવે ચૈતર વસાવાની (Chaitar Vasava) પ્રતિક્રિયા સામે આવી છે. ચૈતર વસાવાએ કહ્યુ હતુ કે,ગુજરાતમાં હાલ અનેક મોટા પ્રશ્નો ઊભા છે પરંતુ આ પ્રશ્નો વિશે ચર્ચા કરવા માટે કોઈ મુદત આપવામાં આવી નથી, ફક્ત ત્રણ દિવસનું વિધાનસભા સત્ર બોલાવીને સરકારે જનતાના અવાજને દબાવવાની કોશિશ કરી છે.

વિધાનસભાનું ટૂંકુ સત્ર બોલાવવા પર ચૈતર વસાવાના રાજ્ય સરકાર પર પ્રહાર

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂંકુ સત્ર બોલાવવા પર ડેડિયાપાડાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આજથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે, પરંતુ ફક્ત ત્રણ દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ અનેક મોટા પ્રશ્નો ઊભા છે પરંતુ આ પ્રશ્નો વિશે ચર્ચા કરવા માટે કોઈ મુદત આપવામાં આવી નથી. આજે ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે, વનકર્મીઓ આંદોલન કરી રહ્યા છે. આજે અમે જ્યારે ગાંધીનગરમાં આવ્યા ત્યારે અમે જોયું કે આખુ ગાંધીનગર છાવણીમાં ફેરવાઈ ગયું હોય. ગુજરાતની જનતા પોતાની વાત રજૂ કરવા માટે ગાંધીનગર આવતી હોય છે પરંતુ સરકાર ડરતી હોય તેમ આખા ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે. ગુજરાતની જનતાનો અવાજ કેમ દબાવવામાં આવે છે? લોકોના બંધારણીય અધિકાર કેમ દબાવવામાં આવે છે?

આદિવાસી વિસ્તારોમાં અનેક પ્રશ્નો

વધુમાં તેમણે કહ્યું કે, આજે આદિવાસી વિસ્તાર સહિત તમામ ગુજરાતમાં ખાનગીકરણ વધી રહ્યું છે. શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી. 73 AAની જમીનોના કૌભાંડ આજે દિવસેને દિવસે બહાર આવી રહ્યા છે. અનુસૂચિત જનજાતિના જાતિના પ્રમાણપત્રની બાબત હોય કે સિંચાઈની બાબત હોય કે ગુજરાતમાં દિવસ અને દિવસે વધતા મહિલા અત્યાચારની બાબત હોય, આવા દરેક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર આજે અમારે વિધાનસભામાં પ્રશ્ન પૂછવાના હતા પરંતુ ફક્ત ત્રણ દિવસની વિધાનસભાનું સત્ર બોલાવીને સરકારે આ તમામ પ્રશ્નોની દબાવવાનો કોશિશ કરી છે. આ ફક્ત વિપક્ષ સાથે ન્યાય નથી, પરંતુ ગુજરાતની સમગ્ર જનતા સાથે અન્યાય છે.

આ પણ વાંચો : Bharat Bandh: પીએમ મોદીની નજીકના અને આદિવાસી નેતા ભારત બંધના વિરોધમાં, જાણો કેમ

Read More

Trending Video