Loksabha Election 2024 : ચૈતર વસાવા (Chaitar Vasava) ની મનસુખ વસાવાને સલાહ, ‘દાદાએ હવે રિટાયર્ડ થવું જોઈએ’

March 6, 2024

Loksabha Elction 2024 : લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) ને લઇ ભરૂચ (Bharuch) માં તો ઉમેદવારોની ઘોષણા થઇ ગઈ છે અને સાથે જ ભરૂચમાં વસાવા – વસાવાની લડાઈ જામી છે. જ્યાં આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા (Chaitar Vasava) અને ભાજપ (BJP) તરફથી 6 ટર્મથી જીતી રહેલા મનસુખ વસાવા (Mansukh Vasava) છે. હાલ ભરૂચમાં AAP ના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે. આ સ્વાભિમાન યાત્રામાં ચૈતર વસાવાએ ભાજપના મનસુખ વસાવાને સલાહ આપી હતી અને તેમના પર કટાક્ષ કર્યા હતા.

AAP ના ચૈતર વસાવાએ એવો પણ કટાક્ષ કર્યો કે તેમની તબિયત સારી રહેતી નથી એટલે હવે તેમને નિવૃત્ત કરવાના છે. આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચથી ચૈતર વસાવાને આપના ઉમેદવાર બનાવ્યા બાદ તેઓ લોકોનું સમર્થન મેળવવા માટે સભા, યાત્રા અને લોકોને મળવાનું કામ કરી રહ્યા છે. સ્વાભિમાન યાત્રા દરમિયાન ચૈતરે એવું પણ કહી દીધું કે હવે પરિવર્તનની જરુર છે.

ચૈતર વસાવાએ આપી મનસુખ વસાવાને સલાહ

AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂરજોશમાં પ્રચાર-પ્રસાર શરુ કરી દીધો છે. તેમણે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, “હવે અમને તક મળવી જોઈએ, ‘દાદા’ને આપણે આ વખતે આરામ આપીએ, ઘણીવાર તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોય છે, તેમની અનેક ફરિયાદ હોય છે. તેમણે રાજીનામું આપ્યું હતું છતાં તેમને મૂક્યા છે ત્યારે આપણે તેમની નિવૃત્તિ કરવાની છે.. રિટાયર્ડ કરવાના છે.” ભાષણ બાદ પણ ચૈતરે પત્રકારો સાથે વાત કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, “હું ભરૂચનો ઉમેદવાર છું અને મને ભરૂચના લોકો પર સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકસભામાં લોકોના આશીર્વાદ અને દુવાઓ મળશે. આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું તેવી અમને આશા પણ છે.”

પોતાની સભા દરમિયાન ચૈતર વસાવાએ મનસુખ વસાવાને દાદા કહીને નિવૃત્ત થવાની સલાહ આપવાની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવીને આક્ષેપો પણ કર્યા હતા.

ચેતર વસાવાએ પોતાનું નામ ભરૂચ લોકસભા બેઠક માટે જાહેર થયું તે સમયને યાદ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, હું જેલમાં હતો ત્યારે જ મારું નામ અરવિંદ કેજરીવાલે ભરૂચ બેઠક માટે જાહેર કર્યું હતું. આ સાથે ચૈતર વસાવાએ કહ્યું કે, હવે પરિવર્તનની જરુર છે.

આ પણ વાંચોLoksabha Election 2024 : ભાજપ (BJP) માં જોડાયા બાદ અંબરીશ ડેરના બેબાક બોલ, ભાજપના વખાણ કરતા થાકતા નથી ડેર

Read More

Trending Video