Chaitar Vasava : નર્મદાના તિલકવાડામાં આવેલા અલવા ગામમાં બે દિવસ પહેલા મહિલા પર દીપડાએ હુમલો કાર્યની ઘટના બની હતી. આ હુમલા બાદ મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા નર્મદાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, અર્જુનભાઈ માછી અને આગેવાનોને થતા, દવાખાને પરિવારજનોની મુલાકાત લીધી હતી.
સામાન્ય રીતે જયારે કોઇપણ વન્ય પ્રાણીનાં હુમલાથી મૃત્યુ પામનાર વ્યક્તિની અંતિમ ક્રિયા સુધી ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહેવું પડતું હોય છે. જ્યારે આ ઘટનામાં ફોરેસ્ટ વિભાગના કોઈ અધિકારી હાજર ન હતા અને મૃતદેહને ટ્રેક્ટરની ટ્રોલીમાં લઇ જવું પડ્યું હતું. મૃતકની અંતિમવિધિ સુધી એનું સન્માન જળવાઈ તેની જવાબદારી ફોરેસ્ટ વિભાગની હોય છે, જેને કારણે શબવાહિનીની માંગણી કરી.આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર થયેલ ફરિયાદ મામલે આજે ચૈતર વસાવા મૃતક મહિલાના પરિવારજનોને મળ્યા હતા. અને સમગ્ર મામલે માહિતી મેળવી હતી.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આદિવાસી સમાજના આગેવાનો એ મૃતક પરિવારજનો ની અલવા ગામે મુલાકાત લીધી હતી. જ્યાં મૃતક સુમિત્રા બેનના પુત્ર કલ્પેશભાઈ અને તેમના પતિ અરવિંદ તડવીએ ધારાસભ્ય ચૈતર વસાવા અને સમાજના આગેવાનોને રજૂઆત કરી કે, “તિલકવાડા પોલીસ સ્ટેશનમાં નિરંજન વસાવા, અર્જુનભાઈ, ગીરીરાજસિંહ તથા અન્ય આગેવાનો પર ગુનો નોંધવામાં આવેલ છે તે બાબતની અમને જાણ નથી. અને અમને ફરિયાદી બનાવવામાં આવેલ છે. અમારો એવો કોઈ ઈરાદો ન હતો તેમ છતા અમારા નામની ફરિયાદ નોંધવામાં આવી છે ” ચૈતર વસાવાએ પણ કહ્યું કે, દવાખાનામાં શબ વાહિની નથી તે ખુબજ દુઃખ ની વાત છે.
આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે, વાઈલ્ડ લાઈફ એકટમાં “ શિડયુલ-1 માં આવતા વન્ય પ્રાણીઓને જ્યારે કોઈ વ્યક્તિ હાની પહોંચાડે છે, ત્યારે સાત વર્ષની સખત કેદ અને 10,000 (દસ હજાર રૂપિયા) દંડની જોગવાઈ છે. જ્યારે વન્ય પ્રાણીના હુમલાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે, સરકાર તરફથી પરિવારજનોને 5,00,000 (પાંચ લાખ રૂપિયા)ની સહાય આપવામાં આવે છે. અને ઈજા પામનાર ને 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે તે માન્ય નથી પરિવારજનોને સરકાર વધુ સહાય ચુકવે.