Chaitar Vasava : નર્મદામાં બે યુવકોને ઢોર માર મારવામાં આવ્યો, ધારાસભ્ય તેમના માટે ન્યાયની માંગણી સાથે ઉતર્યા મેદાને

August 7, 2024

Chaitar Vasava : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને લાલીયાવાડી જ ચાલે છે. લોકોમાં કાયદાનો કોઈ ડર જ નથી. જેના કારણે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં મારામારી કરી નાખે, કોઈને પણ લઘુમતી કે ટ્રાઈબલમાંથી આવતા હોય તો તેને ગોંધી રાખીને ઢોર માર મારવામાં આવે તે કેટલું વાજબી છે. આવું જ કંઇક નર્મદામાં બન્યું છે. નર્મદાના કેવડિયામાં બની રહેલા ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ ચાલી રહ્યું છે. જ્યાં બે યુવકો ચોરી કરવાના ઇરાદે ગયા હતા. જે બાદ તેમને ગોંધી રાખવામાં આવ્યા અને તેમને ઢોર માર મારવામાં આવ્યા હતા. જે બાદ એક યુવકનું મોટ નીપજ્યું હતું. હવે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે.

Chaitar Vasava

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે તેની બાજુના કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે,ટ્રાઈબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસો એ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ પર લઈ જઈ, કપડા કાઢી, બાંધી રાખી અને ગોંધી રાખીને આખી રાત ઢોર માર મારવામાં આવેલો છે, જે દરમિયાન બે યુવાનો માંથી એક યુવાનનું મૃત્યુ થયું છે. અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને તેની પણ હાલત ગંભીર છે. અને આ ગરીબ પરિવારનુ ભરણપોષણ કરનાર એક ના એક યુવાનનું મૃત્યુ થતા, પરિવાર આજે નિરાધાર બની ગયો છે.

Chaitar Vasava

આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા, કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ એફ.આઈ.આર.માં છ મજૂરો અને સુપરવાઇઝરનું નામ નાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે અમારી માંગણી છે કે આ પરિવારના એકના એક દીકરાને ગુમાવનાર પરિવારને જે પણ ઓથોરાઈડ એજન્સીનો વ્યક્તિ હોય કે નોડલ અધિકારી હોય તે આવીને એ પરિવારને માનવતાની રીતે મદદરૂપ થવાની વાત કરે, અને જવાબદારો સામે કાયદેસર ની કાર્યવાહી થાય અને ત્યારબાદ ડેડબોડીનું પીએમ થાય પછી જ અમે બોડી સ્વીકારીશું. અગર આ પરિવારને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરી અને હજારોની સંખ્યામાં અહીંયા ભેગા થઈને આંદોલન કરવામાં આવશે, અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં મોટુ જન આંદોલન થશે અને આવતીકાલથી કેવડિયા બંધનું એલાન પણ આપવામાં આવશે.જો પરિવાર ને ન્યાય ન મળે તો સમગ્ર આદિવાસી સમાજ પીડિત પરિવારને ન્યાય અપાવવા કેવડિયા ખાતે પહોંચશે.

આ પણ વાંચોGujarat High Court : ગુજરાતમાં હવે હેલ્મેટ પહેરવું ફરજીયાત, ગુજરાત હાઇકોર્ટે અમલીકરણ માટે 15 દિવસનો સમય આપ્યો

Read More

Trending Video