Chaitar Vasava : છોટા ઉદેપુરમાં ગઈકાલે આદિવાસી સંમેલન યોજાયું હતું. નસવાડી ખાતે એકલવ્ય એકેડમી ખાતે 32મું રાજ્યકક્ષાનું આદીવાસી સમાજનું એકતા સંમેલન યોજાયું હતું. આદીવાસી સમાજના લોકો રામઢોલ શરણાઈ સાથે કાર્યકમમાં પહોંચીને ભારે નાચગાન કર્યું હતું. આ સંમેલનમાં ચૈતર વસાવાએ પણ હાજરી આપી હતી. ચૈતર વસાવાએ આ આદિવાસી સંમેલનમાં અન્ય આદિવાસી નેતાઓ પર પ્રહાર કર્યા હતા.
ચૈતર વસાવાએ શું કર્યા પ્રહાર ?
ડેડીયાપાડાના ધારાસભ્ય અને યુવા આદિવાસી નેતા ચૈતર વસાવાએ ગઈકાલે જાહેર મંચ પરથી નેતાઓ પર પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું કે, સમાજને ભીલપ્રદેશ રાજ્ય મડે અને આદીવાસી ઓની જમીનો છીનવી લેવામાં આવે છે. તેને બચાવવાં માટે સમાજને આગળ આવવું પડશે અને સમાજને એક થવું પડશે.
આ સંમેલનમાં હાજર રહેલા ચૈતર વસાવા એ ગુજરાત રાજ્ય ના આદીવાસી સમાજ ના સર્ટીફીકેટ ઉપર ચુંટાયેલા રાજ્યના ધારાસભ્યો અને સાંસદ સભ્ય આદિવાસી સમાજના સંમેલનમાં હાજર રહેતા નથી. પાર્ટી જે દિવસે આદીવાસી સમાજ સાથેના રહેવાનું કહેશો તે દિવસે પાર્ટીના પાટીયા પાડી દઈશ. આદિવાસી સમાજ સાથે ધારાસભ્ય પદ નહિ હોય તો પણ સાથે રહીશ.
આદિવાસી સમાજના ચૂંટાયેલા નેતાઑ પાર્ટીની બીકે સમાજમાં હાજર રહેતા નથી | Nirbhaynews#chaitarvasava #adivasi #viralvideos #gujarat #bjp #mansukhvasava #nirbhaynews pic.twitter.com/cdCCipS9CF
— Nirbhaynews (@nirbhaynews1) January 5, 2025
છોટાઉદેપુર જીલ્લા ના નસવાડી ખાતે એકલવ્ય તીરંદાજી એકેડેમી ઉપર 32 મુ રાજય કક્ષા નુ આદિવાસી સંમેલન રાખવામાં આવ્યું. જેમાં આદીવાસી સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે શર્મિલાબેન કટારાની વરણી કરવામાં આવી હતી. ભાજપના બેનર ઉપર ચુંટાયેલા છોટાઉદેપુર જીલ્લાના ત્રણ ધારાસભ્યો તેમજ ગુજરાત 27 ધારાસભ્યમાંથી એક પણ સંમેલનમાં હાજર ના રહ્યા.
આ પણ વાંચો : Mahakumbh 2025 : કુંભમેળાને ઉડાવી દેવાની ધમકી આપનાર યુવકની ધરપકડ, નકલી નામ રાખ્યું હતું ‘નાસીર પઠાણ’