Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી UCC લાગુ કરવાની વાત ચાલી રહી છે. જેના કારણે જ ગઈકાલે ભિલોડાના ધંધાસણમાં આદિવાસી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના વર્ષો જુના પ્રશ્નો મામલે ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી હતી. આદિવાસી સમાજનો બેકલોગ ભરવાની માગ કરતો ઠરાવ પણ તેમાં રજુ કરવામાં આવ્યો હતો. અને UCCનો પણ આ ચિંતન શિબિરમાં સખ્ત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે.
ચૈતર વસાવાએ શું કહ્યું ?
ચૈતર વસાવાએ આદિવાસી ચિંતન શિબિરમાં કહ્યું કે, ગુજરાતમાં જે સરકારે UCC ને લાગુ કરવાની તજવીજ કરી રહ્યું છે. તેનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. દેશમાં આટલા બધા લોકોના શાસન આવ્યા તેમાં અને બંધારણ બન્યું તે વખતે પણ કોઈએ UCC લાગુ કરવાની તરફેણ કરી નથી. UCC લાગુ કરવાની અથવા તો તેના પર કોઈ પણ કાર્યવાહીની સત્તા માત્ર કેન્દ્ર સરકારને છે. તેની ચર્ચાઓ માત્ર સંસદમાં થઇ શકે. પરંતુ ગુજરાત સરકાર તેના માટેની કમિટી રચી છે તે ગેરબંધારણીય છે. અને તેનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આજે પણ દેશમાં અને રાજ્યમાં SC-ST અને OBC સમાજ સાથે સમાનતા દાખવવામાં આવતી નથી. અને તેથી જ અમે આ UCCનો સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.
Chaitar Vasava એ ફરી એક વાર આદિવાસીઓ માટે UCCના વિરોધમાં ઉઠાવ્યો અવાજ #ChaitarVasava #Viralvideo #Gujarat #Aadiwasi #Nirbhaynews #ucc pic.twitter.com/g3hXfDkAoN
— Nirbhaynews (@nirbhaynews1) April 1, 2025
આ પણ વાંચો : Deesa Fire : બનાસકાંઠાના ડીસા GIDCમાં આગની ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ