Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં ઉઠાવ્યા પ્રશ્નો; આદિવાસીઓ, મહિલાઓ અને ખેડૂતોની સમસ્યાઓથી ગૃહ ગજવ્યું

March 6, 2025

Chaitar Vasava : ગુજરાત વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટ સત્રમાં ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને આદિવાસીઓના વિકાસ માટે અવાજ ઉઠાવ્યો. અને રાજ્યની મહિલાઓ, ખેડૂતો અને આદિવાસીઓના પ્રશ્નોને વિધાનસભામાં રજુ કર્યા હતા. અને સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.

આ મામલે ચૈતર વસાવાએ રજૂઆત કરતા કહ્યું કે, રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવે છે. આઉટસોર્સીંગ- ફિક્સ પગારદારો ગ્રામ પંચાયતથી સચિવાલય સુધીના કર્મચારીઓનું શોષણ બંધ કરી કાયમી કરવામાં આવે. દિલ્હી ની જેમ ગુજરાત ગુજરાતની જનતાને પણ 500 રૂપિયા નો ગેસ નો બોટલ, 2500 રૂપિયા દર મહિને દરેક મહિલા ને સન્માન રાશી,2000 રૂપિયા વૃદ્ધ પેંશન રાશિ આપવામાં આવે. આદિજાતિ વિકાસ ની ગ્રાન્ટો માં NGO, એજન્સીઓ અને અધિકારીઓ દ્રારા બારોબાર થતા બિન જરૂરી કામોના આયોજનો બંધ કરવામાં આવે. નર્મદા ડેમ નું પાણી આદિવાસી વિસ્તારોમાં પણ નહેર, ઉદવહન સિંચાઈ યોજના, પાઇપ લાઈનોથી આપવામાં આવે. “કિસાન સૂર્યોદય યોજના” અંતર્ગત ગામડાઓમાં દિવસે 10 કલાક વિજળી આપવામાં આવે.

આ પણ વાંચોJalaram Bapa Controversy : જ્ઞાનપ્રકાશ સ્વામી અને જલારામ બાપા વચ્ચેનો વિવાદ, જયેશ રાદડિયાએ આ નિવેદનને વખોડી કાઢ્યું

Read More

Trending Video