Chaitar Vasava : સોનગઢના ચીખલીમાં મંત્રી કુંવરજી હળપતિના બે ધારાસભ્યો પર આક્ષેપ, ચૈતર વસાવાએ પણ આપ્યો સણસણતો જવાબ

April 4, 2025

Chaitar Vasava : આજે તાપી જિલ્લાના સોનગઢના ચીખલીમાં યોજાયેલ એક જાહેર કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર વસાવા પર આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, “ચૈતર વસાવા અને અનંત પટેલ આ બે ધારાસભ્ય ગ્રાન્ટ મેળવવા માટે પણ કમિશન લ્યે છે. આ ચૈતર વસાવા તો ચીટર છે.” આ પ્રકારના આક્ષેપો જાહેરમાં કર્યા હતા. આ જ મામલે હવે ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે. ચૈતર વસાવાએ પણ કહ્યું કે, કુંવરજી હળપતિ તમે એક બંધારણીય હોદ્દા પર છો. દેશમાં અને રાજ્યમાં તમારી જ સરકાર છે તો અમે જ્યાં ખોટા હોઈએ ત્યાં કાર્યવાહી કરી શકો છો. તમને આદિવાસીઓની આટલી જ ચિંતા હોય તો ગયા વર્ષે બજેટમાં આદિવાસીઓ માટે જે જોગવાઈ કરવામાં આવી તેમાંથી કેટલા કામ આદિવાસીઓ માટે થયા છે તે પણ જરા કહો.

Read More

Trending Video