Chaitar Vasava : ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અંકલેશ્વરની ડીટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા.આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી. ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે.જેથી ધારાસભ્ય ચૈતર વસાવા આજે રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ચૈતર વસાવાને પોલીસે નવાગામ(દેડી) અટકાયત કરતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે.
ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલ ફરિયાદ મામલે તેઓ આજે પોલીસ સ્ટેશન હાજર થવા ભરૂચ જઈ રહ્યા હતા. જ્યાં પોલીસે રસ્તામાં જ તેમની અટકાયત કરી લેતા સ્થાનિક લોકો અને આમ આદમી પાર્ટીના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેના કારણે લોકોના ટોળેટોળાં હાલ પોલીસ સ્ટેશને ઉમટ્યા છે. જ્યાં ચૈતર વસાવાની અટકાયત કરેલી હતી. પોલીસ સ્ટેશને પહોંચેલા લોકોએ “પોલીસ તેરી તાનાશાહી નહિ ચલેગી”, “પોલીસ હાય હાય”ના નારા લગાવ્યા હતા.
ચૈતર વસાવાએ લગાવ્યા આરોપ
ચૈતર વસાવાએ જણાવ્યું કે, જે રીતે ભાજપ વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહી છે. આજે તમામ સમસ્યાઓ સાઈડ પર રહી ગઈ છે અને પોલીસ વિભાગ થકી લોકો પર રાજ થઈ રહ્યું છે. તેના કારણે સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરમાં છે. લોકોએ જાતે જ ઘરમાંથી બહાર આવવું પડશે ત્યારે જ આ સરકારને ભાન આવશે . પોલીસની એવી તો શું મજબુરી હતી કે, પોતે અરજદાર બનવું પડ્યું ? અમે ચૂંટણી લડી ત્યારે પણ આખુ જિલ્લાનું વહીવટીતત્ર અમારી સામે હતું. આ લોકસાહીમાં સરકારો બદલાતી રહેશે જ્યારે રાજા રજવાળાનું રાજ જતુ રહ્યું છે. ત્યારે ભાજપનું રાજ પણ જતુ રહેશે એટલે પોલીસ ભાડપના એડજન્ટ બનવાનું બંધ કરે. આઝાદી વખતે આપણા સ્વાતંત્રસેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી ત્યારે પણ આવી એફઆઈ આર નહોતી થઈ અને શાંતિપૂર્ણ રીતે પદયાત્રા કરી તો પણ અમારી પર ફરિયાદ થઈ છે.
આ પણ વાંચો : Priyanka Gandhi : પ્રિયંકા ગાંધી આજે બાંગ્લાદેશવાળું બેગ લઈને સંસદ પહોંચ્યા, ગઈકાલે પેલેસ્ટાઇનના બેગ સાથે ઘેરાયા હતા