Chaitar Vasava : ગુજરાતમાં કોઈ પણ ઘટના હોય રાજકારણ થવું તો જરૂરી છે. ગુજરાતમાં અત્યારે દાહોદ દુષ્કર્મ અને હત્યાની ઘટના સૌથી મોટો ચર્ચાનો વિષય છે. પહેલા આ મામલે પોલીસે કાર્યવાહી કરી પરંતુ કોઈ ભાજપ નેતાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નહિ. પરંતુ જયારે રાજ્યમાં ભાજપની ભારે વગોવણી થઇ ત્યારબાદ એક બાદ એક નેતાઓએ પ્રતિક્રિયા આપવાનું શરુ કર્યું. ત્યારે ઘટનાના 12 દિવસની અંદર જ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે. જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે નિવેદન પણ આપ્યું. જે બાદ હવે આ કેસમાં નવા આક્ષેપો સાથે ધારાસભ્ય ચૈતર વસાવા સામે આવ્યા છે. સાથે જ અન્ય ઘણી સમસ્યાઓને લઈને તેમણે વાત કરી હતી.
દાહોદ કેસ મામલે ચૈતર વસાવાએ શું કહ્યું ?
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં તોરણી ગામમાં છ વર્ષની બાળકીની આચાર્યએ હત્યા કરી હતી. તેની ચાર્જશીટમાં મોટા માથાઓ આચાર્યને બચાવવા માટે પડ્યા છે, અને પોલીસ ઉપર દબાવ નાખવામાં આવ્યો છે. જયારે આ શિક્ષકને ફાંસી આપવા માટે માંગ કરી છે. જયારે ગુજરાતના ગૃહમંત્રી દાદાના રાજમાં દાદાગીરી નહિ ચાલે તેવું કહે છે, પરંતુ આ આચાર્યના રિમાન્ડ પણ પોલીસે મેળવ્યા નથી. ચાર્જશીટમાં પોલીસની કામગીરી ઉપર અમને શંકા છે. મોટા મોટા માથાઓ બચાવવા માટે કામ કરે છે તેવી અમને શંકા છે.
છોટા ઉદેપુરની અન્ય સમસ્યાઓ પર શું કહ્યું ?
નસવાડી ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર રસ્તાની સુવિધા આદિવાસી વિસ્તારમાં આપતી નથી. તૂરખેડામાં રસ્તાના અભાવે એક મહિલાનું મોત પ્રસુતિના સમયે થઇ જતા ખુબ જ દુઃખદ ઘટના બની હતી. જયારે આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયા ટ્રાઇબલ યોજનામાં કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાંય રસ્તા બનાવવામાં આવતા નથી. જેના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સાથે જ છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય ની સુવિધાઓમાં ઉણપ છે, બ્લડ બેંક અને ડોક્ટરો નથી. વધુમાં તેમણે કહ્યું કે, જિલ્લામાં ડામર રસ્તાના ખાડા પુરવામાં તંત્રના અધિકારીઓ ધ્યાન આપતા નથી. જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોને ટ્રાન્સ્પોટેશન ની સુવિધા આપવામાં તંત્ર ખાડે ગયું છે.
આ પણ વાંચો : Tirupati Laddu Case : તિરુપતિ લાડુ વિવાદ પર સુપ્રીમ કોર્ટે SIT બનાવી, 5 અધિકારીઓ કરશે તપાસ