Chaitar Vasava : રાજ્યમાં BJPની સદસ્યતા અભિયાનને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પહેલા તો સ્કૂલના બાળકોને સભ્ય બનાવ્યા ત્યારબાદ તે વિવાદ તો હજી શાંત નથી થયો ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સરકારી કર્મચારીઓને સદસ્યતા અભિયાનમાં જોડવા માટે સરકારી કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ત્યારે એનો અવાજ ઉપાડવા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરોધ કરવા મેદાને આવ્યા છે.
Chaitar Vasava : નર્મદા એસ.પી : ચૈતર વસાવાએ પોલીસની મંજૂરી વગર ધરણાં કર્યા#chaitarvasava #narmada #viralvideo #gujarat #nirbhaynews pic.twitter.com/BZYpioTVtC
— Nirbhaynews (@nirbhaynews1) September 12, 2024
અત્યારે સમગ્ર દેશમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ અભિયાનમાં નર્મદા જિલ્લાના મનરેગા યોજનાના કર્મચારીઓ, કલેકટર ઓફિસના કર્મચારીઓ આ તમામ સરકારી કર્મચારીઓને સભ્ય બનવામાં ટાર્ગેટ આપવામાં આવે છે. અને જેના કારણે કોઈ કર્મચારી ઓફિસમાં મળતા નથી. ત્યારે આ બાબતને લઈને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરોધ કરી રહ્યા છે. આ કર્મચારીઓ તલાટી, મનરેગા અને DRDAનો પૂરો સ્ટાફ ગામડે ગામડે જઈને જેમને સરકારી લાભ મળ્યા છે. તેમને ફરજીયાત સદસ્યતા અભિયાનમાં જોડવામાં આવી રહ્યા છે.
Chaitar Vasava ની રાજપીપળા કલેકટર કચેરીમાં પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી#ChaitarVasava #Bharuch #Gujarat #Nirbhaynews #Viralvideo pic.twitter.com/XaWvvFO4QZ
— Nirbhaynews (@nirbhaynews1) September 12, 2024
હાલ નર્મદા જિલ્લામાં રેશનકાર્ડ નોંધણીમાં સર્વર નથી, આધાર સેવા કેન્દ્ર પણ ચાલુ નથી, આયુષ્માન કાર્ડ બનાવના સર્વરો ચાલતા નથી, દવાખાનામાં સાધનો નથી અને શાળાઓમાં શિક્ષકો નથી સાથે જ બેરોજગારોને રોજગાર નથી. તે પ્રશ્નોને લઈને કલેક્ટર અને DDOને પૂછવા માટે ચૈતર વસાવા પહોંચ્યા હતા. અને ત્યાં મોટી સંખ્યમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. જયારે ચૈતર વસાવા કલેકટર ઓફિસ પહોંચ્યા ત્યારે તેમને રોકવામાં પણ આવ્યા હતા.
કલેકટર ઓફિસની અંદર જયારે પોલીસે ચૈતર વસાવાને એમને રોક્યા ત્યારે ચૈતર વસાવા પોલીસ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. કારણકે કલેક્ટરને મળવા જયારે ગયા ત્યારે તેમને રોકવામાં આવ્યા અને સામાન્ય ઘર્ષણ પોલીસ જોડે જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : Kolkata Doctors Protest : કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં લાવારીસ બેગ મળતા હડકંપ, બોમ્બ સ્ક્વોડને બોલાવવામાં આવી