Chaitar Vasava : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી બે આદિવાસી યુવકોના મોતને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવા, અનંત પટેલ આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે. જે બાદ આ મામલો ખુબ ચર્ચામાં આવ્યો છે. આ બંને યુવકોના મોતને લઈને આજે કેવડિયા ખાતે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ મામલામાં ચૈતર વસાવાની સાથે ક્યાંક મૃતકના પરિવારજનો સૂર પુરાવતા નહોતા. જયારે હવે આ મામલે મૃતકના પરિવારજનો ખુલીને ચૈતર વસાવાની સાથે આવ્યા છે.
કેવડિયા ખાતે આદિવાસી સમાજના બે યુવાનોની હત્યા કરવામાં આવી હતી. અને આજે તારીખ 13, ઓગસ્ટ 2024ના રોજ કેવડીયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ હતો. પરંતુ પોલીસ દ્વારા કેવડીયા આવતા આદિવાસી સમાજના લોકો આગેવાનો સહીત MLA ચૈતર વસાવાને કેવડિયા જતા અટકાવ્યા અને તેમને ડિટેન કર્યા હતા. ત્યારે મૃતક જયેશભાઈના માતા ધનીબેન અને એમના પરિવારે માંગ કરી કે ચૈતર વસાવાને કેવડિયા આવવા દો. તેવી રજૂઆત કરી છે. સાથે જ જયેશ તડવીની બહેને પણ આ મામલે કહ્યું કે તંત્ર એ અમારા પિતાજીને દબાણ આપી અમને ઘરમાંથી બહાર કાઢી ખોટા નિવેદનો અપાવીને કાર્યક્રમને સમર્થન ન કરવા માટે દબાણ ઉભું કરવામાં આવ્યું હતું. અને પછી વિડીયો ઉતાર્યા હતા. તથા માનસિક દબાણના કારણે તેમની તબિયત પણ બગડી હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે “ચૈતર વસાવા અમારા માટે લડ્યા છે, તમે અમારા માટે નથી લડ્યા” અને આવ્યા તોપણ બે -ત્રણ દિવસ પછી.એટલે ચૈતર વસાવા જ્યાં હોય ત્યાંથી તેમને અમારા પ્રસંગમાં આવવાદો.