Chaitar Vasava : મહેસાણાના કડીના જાસલપુરમાં એક ભેખડ ધસી જવાની ઘટના બની હતી આ ઘટનામાં 10માંથી 9 મજૂરોના મોત થયા હતા. જાસલપુર ગામમાં આવેલી કંપની સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડી હતી. હવે આ મામલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે. અને શ્રમિક યોજનાઓની માંગણી કરી છે.
ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. ચૈતર વસાવાએ કહ્યું કે, આદિવાસી વિસ્તારમાં સરકાર યોગ્ય વિકાસના કામ કરતી નથી. એટલે અહીંયાના આદિવાસીઓને બહાર કામ કરવા માટે જવું પડે છે. અને જેના કારણે આવી રોજબરોજ ઘટનાઓ બને છે. ત્યારે આવા કોન્ટ્રક્ટર જે જબરદસ્તી આવા કામ કરવા શ્રમિકોને મોકલે છે. તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
શું છે સમગ્ર મામલો ?
મહેસાણાના કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં આજ બપોરે 12 વાગ્યાની આસપાસ હોનારત બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ખાનગી કંપનીની અંદર ચણતરનું કામ ચાલી રહ્યું હતું જે દરમિયાન અચાનક જ માટીની ભેખડ ધસી પડતા 10 મજૂરો દટાયા હતા. જેમાંથી એક 18 વર્ષના યુવકનો બચાવ થયો હતો. જ્યારે નવ મજૂરો અંદર જ દટાઈ ગયા હતા. જે તમામના મૃતદેહને રેસ્ક્યૂ કરી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવામાં આવ્યા હતા. મૃતકોમાં બે સગા ભાઈ અને બે વર્ષ પહેલા લગ્ન કરેલા પતિ-પત્ની બે મહિના પહેલા મજુરીએ આવ્યા હતા તેમનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Kutch : કચ્છમાં થ્રિલર ફિલ્મને પણ ટક્કર મારે તેવી કહાની, પ્રેમીયુગલે એકબીજાને પામવા માટે વૃદ્ધની બલી ચડાવી