Chaitar Vasava ના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર સીધા પ્રહાર, વડગામ પ્રવાસ મામલે જબરદસ્ત બગડ્યા

December 5, 2025

Chaitar Vasava : ગુજરાતમાં થોડા દિવસથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ખુબ જ મોટું ચર્ચાનો વિષય બન્યો છે. અને તેના જ કારણે હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વચ્ચે શાબ્દિક પ્રહારો થતા રહે છે. જીગ્નેશ મેવાણીના ગઢ વડગામમાં હર્ષ સંઘવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ખુબ જ મોટાપાયે સ્વાગત કરવામાં આવ્યું હતું. અંદાજે 2 હજારથી વધુ લોકો તેમના સ્વાગત માટે એકઠા થયા હતા. અને આ મામલે હવે સતત રાજકારણ ગરમાયુ રહ્યું છે. અને આ જ મામલે હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે. અને ફરી દારૂ અને ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા છે.

ચૈતર વસાવાએ ફરી સોશિયલ મીડિયાના માધ્યમથી હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા છે. અને લખ્યું છે કે, “વડગામની આજુબાજુ થી 2000 લોકોને ભેગા કરી દેખાવો કરવાથી નિષ્ફ્ળ ગૃહમંત્રી પોતાની છબી સુધારી નહીં શકે, ગુજરાતની જનતા ડૉ.હર્ષ સંઘવી નહીં કહે. સંસ્કારી મંત્રી દારૂ, ડ્રગ્સના દૂષણો પર કાબુ મેળવી, બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ પરથી ભારતીય જનતા પાર્ટીની તિજોરીમાં જતા હપ્તાઓ બંધ કરે.”

આ પણ વાંચોIndia Russia Relations : ભારત અને રશિયા વચ્ચે મોટી ડીલ પર હસ્તાક્ષર, પીએમ મોદીએ સંયુક્ત નિવેદનમાં આતંકવાદ પર પણ વાત કરી

Read More

Trending Video