Chaitar Vasava : કેવડિયામાં તંત્રએ હાથ ધરી ડિમોલિશન કામગીરી, ચૈતર વસાવાએ કર્યા સરકાર પર પ્રહાર

May 14, 2025

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે દાદાનું બુલડોઝર એક્શન મોડમાં છે. છેલ્લા કેટલાક સમયમાં આરોપીઓના ઘર પર તો બુલડોઝર ફરે જ છે. પરંતુ સાથે જ ગેરકાયેસર દબાણો પર પણ બુલડોઝર એક્શન લેવામાં આવે છે. જેના કારણે હવે ક્યાંક લોકોનો વિરોધ પણ જોવા મળતો હોય છે. આજે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી ગલ્લાવાળા ઉભા રહે છે. જ્યાં આજે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઈને આજે ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. અને આ મામલે તેમણે સરકાર પર પ્રહારો કર્યા છે.

ચૈતર વસાવાએ શું કહ્યું ?

આજે કેવડિયામાં કરવામાં આવેલા ડિમોલિશન મામલે ચૈતર વસાવાએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. જેમાં તેમણે કહ્યું કે, સરકાર સામાન્ય માણસો જે રોજનું કમાઈને રોજનું ખાય છે તેમની રોજગારીના સાધનો છીનવી લે છે. તેમના લારી ગલ્લા પર બુલડોઝર ફેરવી દે છે. પણ આ મંત્રી બચુ ખાબડ જેના દીકરાએ મનરેગા કૌભાંડ આચર્યું કે પછી ભીખુસિંહ પરમાર જેના દીકરાનું નામ BZ કૌભાંડમાં સંડોવાયેલું છે. સરકાર આ લોકોના ઘર પર કેમ બુલડોઝર નથી ફેરવતી…આ ગરીબ લોકોના ધંધા રોજગાર પર બુલડોઝર ફેરવે છે.

આ પણ વાંચો : Vijay Shah : મંત્રી વિજય શાહના વિવાદાસ્પદ નિવેદન પર હાઇકોર્ટે નોંધ લીધી, FIR નોંધવા સૂચના આપી

Read More

Trending Video