Chaitar Vasava : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદ જિલ્લાના ઝાલોદના રાજપુર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાએ સમગ્ર દેશ અને રાજ્યને બંધારણ દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની શુભકામના પણ પાઠવી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજની ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડી મિત્રોને હું શુભકામનાઓ પાઠવું છું. હંમેશા તેઓ ખેલ દિલીથી રમે અને રમત ગમતના ક્ષેત્રમાં તેમની કરિયર આગળ વધારે. આવનારા દિવસોમા તેઓ તાલુકા માટે જિલ્લા માટે રમે અને દેશ માટે પણ રમે એવી શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આજે બંધારણ દિવસ છે. સંવિધાનમાં આદિવાસીઓને જે પ્રાવધાનો મળ્યા છે, SC,ST,OBC, માઈનોરીટી સમાજના પોતાના વ્યક્તિગત કાયદાઓ છે એની અમલવારી આજે થતી નથી. શાંતિ અને સુરક્ષા માટે પોલીસ હોય છે તે પોલીસનો ઉપયોગ કેટલાક નેતાઓ પાર્ટીના કામ માટે કરે છે.
Chaitar Vasava : “સત્તામાં બેઠેલા કેટલાક નેતાઓ પોલીસ અને સત્તાનો દુરુપયોગ કરે છે” | Nirbhaynews #chaitarvsava #adivasi #bjpgujarat #viralvideo #aap #harshsanghvi #jigneshmevani #Nirbhaynews pic.twitter.com/7pLyrvQ4j5
— Nirbhaynews (@nirbhaynews1) November 26, 2025
વધુમાં તેણે જણાવ્યું કે, કેટલીક જગ્યાએ અમારા જેવા ધારાસભ્યોને દબાવવા માટે ખોટા કેસ થાય છે અમારે જેલમાં જવું પડે છે આવી પરિસ્થિતિ આજે ઉભી થઈ છે ત્યારે બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે બંધારણ ખૂબ સારું બન્યું છે પરંતુ એના અમલકર્તાઓની ઈચ્છા શક્તિ હશે તો જ આની અમલવારી થશે. આજે અનુસૂચિત પાંચની અમલવારી નથી થતી. પેસા એક્ટ જાહેર થયો છે તેનું પણ કોઈ પાલન નથી કરતું. 73AA જમીનો બારોબાર આપી દેવામાં આવે છે. ગ્રામસભા, પબ્લિક હીયરિંગ વગર બારોબાર એરપોર્ટ માટે, પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થાય છે. આદિવાસી વિસ્તારોમાં જે ડેમો બન્યા છે, એ જગ્યાના વિસ્થાપિતોને આજે પણ વળતર કે જમીન મળી નથી. નોકરી આપવાની વાત હતી તે પણ આપવામાં આવી નથી. આવી અનેક સમસ્યાઓને લઈને અમે સભા પણ કરી હતી.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આ તમામ મુદ્દાઓને લઈને ગ્રાઉન્ડ પર જશે. આ તમામ મુદ્દાઓ આમ આદમી પાર્ટી સડકથી લઈને સદન સુધી ઉઠાવશે. અહીંના લોકોના હીત માટે અને સેવાકીય પ્રવૃત્તિ માટે આમ આદમી પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવાની છે. અમને લોકો ઉપર પૂરો ભરોસો છે આ વખતે પાર્ટીની સરકાર બનશે અને લોકોના સારા કામ કરી શકીએ એ ઉદ્દેશ અને પ્રયત્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ.
ભરૂચ, અંકલેશ્વર જીઆઇડીસીમાંથી દર અઠવાડિયામાં ડ્રગ્સ પકડાય છે. આવકાર ફાર્મામાંથી 5,000 કરોડનું ડ્રગ્સ દિલ્હી પોલીસે પકડ્યું હતું. અગાઉ પણ 2400 કરોડનું અને 1383 કરોડનું ડ્રગ્સ ફાર્મા કંપનીઓમાંથી પકડાયુ છે. છ સાત વર્ષ પહેલા ડ્રગ્સ શું છે એની અમને ખબર હતી નહીં. છેલ્લા સાત વર્ષથી ખૂબ જ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. આ ડ્રગ્સ ક્યાંથી આવે છે અને એ ડ્રગ્સ ડીલરોના માથે કોનો હાથ છે? કેટલાક લાંચિયા અધિકારીઓ આવા લોકોને સપોર્ટ કરે છે તેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ.
આ પણ વાંચો : Rajkot માં ચેતેશ્વર પૂજારાના સાળાએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા, દુષ્કર્મની ફરિયાદના ઠીક એક વર્ષ બાદ કર્યો આપઘાત