Chaitar Vasava : અમરેલી પાટીદાર યુવતીને પટ્ટા મારવા મામલે ચૈતર વસાવાની પ્રતિક્રિયા, ભાજપ પર કર્યા આકરા પ્રહાર

January 7, 2025

Chaitar Vasava : ગુજરાતમાં થોડાક દિવસ પહેલા એક પત્રકાંડ સામે આવે છે. અને આ પત્રિકા કાંડમાં એક પાટીદાર યુવતીનું સરઘસ કાઢવામાં આવે છે. ત્યારબાદ કોંગ્રેસ અને આપના પાટીદાર નેતાઓ આ કાર્યવાહીનો વિરોધ કરે છે. અંતે પાટીદાર યુવતીને જામીન આપવામાં આવે છે. અને બાકી આરોપીઓને જામીન મળતા નથી. ત્યારે આ ઘટનાને લઈને ગુજરાતમાં બધા રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ મુજબ રાજકારણ કરી રહ્યા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતા અને પાટીદાર યુવતીના વકીલ ગોપાલ ઈટાલીયાએ અનેક ઘટનાઓમાં ન્યાય ન અપાવી શક્યા તેને લઈને માફી માંગી હતી. ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે સુરતમાં ગોપાલ ઈટાલીયાએ જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. જે બાદ રાજકારણ વધારે ગરમાયુ છે. હવે આ મામલે ચૈતર વસાવાની પ્ર્તિક્રિયા પણ સામે આવી છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. અને તેમણે કહ્યું હતું કે, “ભાજપના રાજમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. અને અત્યારે વરઘોડા કાઢવાની ગુજરાતમાં પ્રથા ચાલી છે. અને આ પાટીદાર યુવતીનો વરઘોડો કાઢી અને તેને જેલમાં પણ પોલીસે પટ્ટાથી માર માર્યો છે. જે બાદ ગોપાલભાઈએ પોતાને જાહેરમાં પટ્ટા માર્યા હતા. હવે આ મામલે સરકારે કોઈ કડક એક્શન લેવું જોઈએ. ત્યારે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરો આ યુવતીની સાથે છીએ”

આ પણ વાંચોAmreli Case : અમરેલી પત્રકાંડમાં વધુ એક નવો વળાંક, SPએ કરી SITની રચના, પાટીદાર યુવતી પણ હજુ શંકામાં

Read More

Trending Video