Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે ચૈતર વસવાનો મુદ્દો ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. દેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના પરિવાર સહીત સમર્થકો તેમને છોડાવવા મેદાને આવ્યા છે. અને દરેક જગ્યાએ તેઓ કોઈને કોઈ રીતે રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ હવે ક્યાંક ચૈતર વસાવા (Chaitar Vasava)ને જામીન મામલે મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સેશન્સ કોર્ટમાં તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. તે બાદ તેમણે ગઈકાલે ગુજરાત હાઇકોર્ટ (Gujarat HighCourt)માં જામીન અરજી કરી છે. મળતી માહિતી મુજબ, આગામી 22 જુલાઈએ તેની સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ મામલે પહેલા જ ફરિયાદી સંજય વસાવાએ ચૈતર વસાવા (Chaitar Vasava)ને માફી માંગવા કહ્યું હતું. પરંતુ ચૈતર વસાવા (Chaitar Vasava)ના પત્ની વર્ષા વસાવાએ આ મામલે સ્પષ્ટ કહ્યું હતું કે, ચૈતર વસાવા માફી તો નહિ જ માંગે. એટલે હવે ક્યાંક તેમને જામીન મળવામાં પણ મુશકેલીઓ પડી રહી છે. અને સાથે જ સરકાર તેમની સામેના જુના કેસો પણ રિઓપન કરવાની તૈયારી કરી રહી છે. જેના કારણે હવે ચૈતર વસાવા માટે મુશ્કેલીઓ વધી શકે છે.