Chaitar Vasava : નર્મદા (Narmada) જિલ્લાના કેવડિયામાં (kevadia) ગરૂડેશ્વર એકતાનગર ખાતે આદિવાસી મ્યુઝિયમમાં કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકોને ચોરીની શંકાએ ઢોર મારવામા આવ્યો હતો. જેમાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે સંજય તડવીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે આ મામલે કોન્ટ્રાક્ટરના છ કર્મચારીઓ સામે કેસ કરીને ધરપકડ કરી છે.જો કે આ મામલામાં પોલીસ આરોપીઓને બચાવી રહી હોવાનો પણ આક્ષેપ કરવામા આવી રહ્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસ અને આપના આદિવાસી નેતાઓ પરિવારને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે.
ડેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)એ ડેડીયાપાડામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં ચૈતર વસાવાના બંને પત્ની પણ હાજર જોડાયા હતા. જયારે તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ત્યારે ત્યાં પોલીસ પણ પહોંચી હતી. પોલીસે ચૈતર વસાવાનો હાથ પકડી તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ તેમના પત્ની વર્ષા વસાવા આગળ આવ્યા અને પોલીસને ચૈતર વસવા (Chaitar Vasava)નો હાથ પકડવાની ના પાડી દીધી હતી.