Chaitar Vasava : ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને લખ્યો પત્ર, આદિવાસી વિદ્યાર્થીઓના પ્રશ્નોની કરી રજૂઆત

November 7, 2024

Chaitar Vasava : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશા કોઈ કોઈ સમસ્યાઓ સામે સરકાર સામે અવાજ ઉઠાવતા જોવા મળે છે. આદિવાસી સમાજની સમસ્યાઓ અને યુવાનોના પ્રશ્નોને લઈને હંમેશા સરકાર સામે આક્રમક અંદાજમાં જોવા મળતાં હોય છે. ત્યારે આજે ફરીવાર તેઓ આદિવાસી યુવાનોના પ્રશ્નોને લઈને મેદાને આવ્યા છે. રાજપીપળાની માં કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે ગેરરીતી મુદ્દે ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કોલેજમાં ચાલતી ગેરરીતિ અને વિદ્યાર્થીઓના પ્રશ્નો વિશે વાત કરી છે.

ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રમાં જણાવ્યું કે, રાજપીપળામાં માં કામલ ફાઉન્ડેશન, છોટાઉદેપુરની ક્રિશ્ના ઇન્સ્ટીટયુટ, અંકલેશ્વર-નર્મદા ઇન્સ્ટીટયુટના સંચાલકો પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે. પ્રેક્ટિકલ માટેના સાધનો કે લેબ કે કોઈ કોચિંગ માટેના ક્લાસ ચાલતા ન હોવા છતા, ભણાવતા ન હોવા છતા, વર્ષ થાય એટલે પરીક્ષા લેવામાં આવે છે.વિદ્યાર્થીઓને યોગ્ય સર્ટીફીકેટ અને સ્કોલરશીપ પણ આપવામાં આવતી નથી.ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી. ત્રણ વર્ષ પુરા થવા છતા, પૂરી ફી ભરી હોવા છતા, આ વિદ્યાર્થીઓને આજદિન સુધી GNM કે ANM પૂર્ણ થયાના સર્ટી પણ મળ્યા નથી. પરીક્ષા માટે રાજ્ય બહારના કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર ખાતેની યુનિવર્સીટીઓમાં વિદ્યાર્થીઓને અહીથી લઇ જવામાં આવે છે. સરકાર તાત્કાલિક ધોરણે ગેરરીતિ કરનાર નર્સિંગ કોલેજ સામે તપાસ કરે અને ગેરરીતિઓ જણાય તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ત્યારે આ પત્રમાં જણાવેલ વિદ્યાર્થીઓની સમસ્યાનો મુખ્યમંત્રી ઉકેલ લાવશે કે કેમ તે તો જોવાનું રહ્યું.

આ પણ વાંચોGujarat Weather : ગુજરાતમાં હવે ઠંડીનો ચમકારો આવશે કે હજુ પડશે ગરમી, IMD પાસેથી જાણો કેવું રહેશે હવામાન?

Read More

Trending Video