Chaitar Vasava ને હજુ રહેવું પડશે જેલમાં, ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી પર હાથ ધરાઈ સુનાવણી

July 22, 2025

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે ચૈતર વસવાનો મુદ્દો ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. દેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના પરિવાર સહીત સમર્થકો તેમને છોડાવવા મેદાને આવ્યા છે. અને દરેક જગ્યાએ તેઓ કોઈને કોઈ રીતે રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ હવે ક્યાંક ચૈતર વસાવા (Chaitar Vasava)ને જામીન મામલે મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સેશન્સ કોર્ટમાં તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે બાદ આજે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં મુદત પડી છે. જેમાં હવે 5 ઓગસ્ટના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. એટલે કે હજુ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે.

Read More

Trending Video