Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી ચાર સિસ્ટમ સક્રિય થઇ હતી. જે બાદ હવે ગુજરાત પર ફરી વરસાદી કહેર શરુ થયો છે. આ સાથે જ હવે ગુજરાતમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઘમરોળવાનું શરુ કર્યું છે. ત્યારે ગઈકાલે સૌથી વધારે ભરૂચના વાલિયામાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જે બાદ હવે ધારાસભ્ય ચૈતર વસાવા વાલિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા.
વાલિયા ગામની મુલાકાતે ધારાસભ્ય ચૈતર વસાવા
ભરૂચમાં ગઈકાલથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ભરૂચ અત્યારે પાણી પાણી થઇ ગયું છે. ભરૂચના વાલિયામાં સૌથી વધારે 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા વાલિયા ગામની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે ત્યાંના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને સાથે જ બને એટલી મદદ પહોંચાડવાની પણ વાત કહી હતી.
વાલિયા ગામની મુલાકાત બાદ ચૈતર વસાવાએ કહ્યું કે, આ ગામમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. અને જેના કારણે લોકોની ઘરવખરીને પણ મોટા પાયે નુકશાન ગયું છે. જેના કારણે અમે સરકારને પણ સહાય અથવા તો કેશડોલ જેવી મદદ માટે કહી રહ્યા છીએ. આ સાથે જ અમે પણ અમારી બનતી મદદ કરીશું. સાથે જ જમવાનું કે ફૂડ પેકેટ અને પાણી પહોંચાડવાની વાત કરી હતી. હવે ત્યાં હજુ પણ NDRF કે SDRFની ટીમ હજુ પહોંચી નથી. તેથી અમારે પણ પૂરમાં ફસાયેલા લોકોની મદદ કરવી છે પણ સરકાર તરફથી બચાવની ટીમ પહોંચે તો અમે પણ તેમની સાથે મદદ કરી શકીએ.
Bharuch Flood : Chaitar Vasava એ ભરૂચના પૂરગ્રસ્તો માટે સરકાર પાસે સહાયની કરી માંગ#chaitarvasava #bharuch #viralreels #floodalert #nirbhaynews pic.twitter.com/Kju7CxLYlM
— Nirbhaynews (@nirbhaynews1) September 3, 2024
અત્યારસુધી ભરૂચ જિલ્લામાં કેટલો વરસાદ વરસ્યો ?
જયારે જંબુસર 12 મી.મી, આમોદ 14 મી.મી., વાગરા 3.56 ઇંચ, ભરૂચ 7.2 ઇંચ, ઝઘડિયા 1.6 ઇંચ, અંકલેશ્વર 2.6 ઇંચ, હાંસોટ 1.5 ઇંચ, વાલિયા 11.88 ઇંચ,
નેત્રંગ 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભરૂચના અંકલેશ્વરમાં હાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના વોર્ડમાં ભરાયા વરસાદી પાણી. સંજય નગરમાં પાણી ભરાતા જન જીવનને પણ અસર પહોંચી છે. સાથે જ લીંક રોડ પર આવેલી શ્રવણ ચોકડી નજીકની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. દત્ત સોસાયટી મંગલ સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાતા સોસાયટીના રહેવાસીઓ પડી મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચો : Kolkata Doctor Death : પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ રજુ, મમતા બેનર્જીએ બિલને ઐતિહાસિક ગણાવ્યું