Chaitar Vasava : નર્મદાના રાજપીપળા ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠક રાજપીપલા (Rajpipla) જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. આ જિલ્લા સંકલન સમિતિમાં AAPના ડેડીયાપાડા (Dediapada)ના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) પણ પોતાના ગામના પ્રશ્નો લઇ આ બેઠકમાં પહોંચ્યા હતા. પરંતુ ચૈતર વસાવા (Chaitar Vasava)ને તેમના પ્રશ્નોના જવાબ ના મળતા તેઓ બેઠક અધૂરી છોડી ત્યાંથી નીકળી ગયા હતા. અને કલેક્ટરની ચેમ્બરની બહાર ધરણા પર બેસી ગયા હતા.
ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં ઉઠાવેલા પ્રશ્નોના જવાબ ન મળતા અધુરી બેઠક છોડીને નીકળી ગયા હતા. જિલ્લા સંકલન સમિતિની બેઠક છોડી નર્મદા કલેક્ટરની ચેમ્બરની સામે ધરણા પર બેસી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી જવાબ નહિ મળે ત્યાં સુધી હું બેસી રહીશ. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટ્રાયબલ મ્યુઝિયમમાં 30 ટકા કામગીરી થઈ છે બાકીની ક્યારે થશે તે બાબતે પણ જવાબ આપ્યો નથી. એકતા નગરમાં સ્કૂલ ક્યારે બનશે તેનો પણ જવાબ આપવામાં આવ્યો નથી. મનરેગામાં એકની એક જ એજન્સીને કામ કેમ આપે છે. ઝરવાણી પાણી પહોંચ્યુ નથી અને 62 કરોડના કામો કરી નાખ્યો છે. જેનો પણ અધિકારીઓએ જવાબ આપ્યો નથી. સંકલન સમિતિમાં કોઈ અધિકારીઓ જવાબ નથી આપતા તો શું કામ અમને બોલાવે છે માત્ર ચા નાસ્તો કરવા બોલાવે છે.
આ પણ વાંચો : Gujarat Rain : રાજ્યમાં વરસાદને કારણે રસ્તાઓ અને વીજ પુરવઠાને ભારે નુકશાન, હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી