Chaitar Vasava : ગુજરાતમાં આજથી વિધાનસભાનું સત્ર શરુ થઇ રહ્યું છે. અને તેના જ કારણે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 3 દિવસના જામીન આપવામાં આવ્યા છે. છેલ્લા 63 દિવસથી જેલમાં બંધ ચૈતર વસાવા હવે 3 દિવસ માટે જેલમુક્ત થયા છે. આજેથી 3 દિવસ વિધાનસભાનું સત્ર ચાલવાનું છે. અને આ જ વિધાસનભા સત્રમાં જનતાના પ્રશ્નોની રજૂઆત કરવા ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા છે. ચૈતા વસાવા 63 દિવસે બહાર આવતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો તેમને મળવા પહોંચ્યા હતા. પરંતુ 3 દિવસનાં જામીન દરમિયાન મીડિયાને સંબોધન ન કરવા, રેલી ન યોજવા અને નર્મદા જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરત યથાવત રહેશે. આ સાથે જ તેમના 11 સપ્ટેમ્બરે જામીન મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
Chaitar Vasava : વિધાનસભામાં જવાનુ છે | Nirbhaynews #ChaitarVasava #dediapada #aap #bharuch #viralvideo #bjpgujarat #nirbhaynews pic.twitter.com/7MoIzgj5n5
— Nirbhaynews (@nirbhaynews1) September 8, 2025
આ પણ વાંચો : લાલબાગ ચા રાજાના વિસર્જન દરમિયાન Anant Ambani પણ જોડાયા, તસવીરો આવી સામે