Chaitar Vasava : દાહોદના મૃતક શ્રમિકોના ઘરે પહોંચ્યા ચૈતર વસાવા, કહ્યું “વળતર તો ઠીક છે પણ ન્યાય ક્યારે ?”

November 25, 2025

Chaitar Vasava : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના શ્રમિકો, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા જિલ્લાના એકતાનગર જોડતા રેલ્વે માર્ગ તિલકવાડા રેલ્વે જાંકશન ખાતે અંડરગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજ લાઈનના સંપર્કમાં આવી બે શ્રમિકોના મોત, AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મૃતકના પરિજનોની મુલાકાત લીધી, મુશ્કેલ સમયમાં પરિવારને સાંત્વના આપી હતી.

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગરબાડા તાલુકાના શ્રમિકો જ્યારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા ત્યાં ખોદકામ દરમિયાન ત્યાંથી અંડરગ્રાઉન્ડ હાઈ વૉલ્ટેજની લાઇન પસાર થઈ રહી હતી, જે લાઈનના સંપર્કમાં આવી જતા બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે. બંને શ્રમિકો 22 થી 25 વર્ષની ઉંમરના છે અને બંનેના નાના નાના બાળકો છે અને એમના પરિવારના કમાનાર વ્યક્તિનું મરણ થઈ જતા હવે તેમનો પરિવાર નિરાધાર થઈ ગયો છે. પ્રકૃતિ આ પરિવારને દુઃખદ ઘટનામાં શક્તિ આપે એવી પ્રાર્થના સાથે અને એમના પરિવારને સાંત્વન આપવા માટે એમના પરિવારને મુલાકાત લીધી હતી. મારી સંવેદના પરિવારની સાથે છે.

ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ દીપસિંહભાઈ, રણજીતભાઈ તડવી અને નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ ગૌરાંગભાઈ સહિત તમામ લોકોએ સાથે મળીને એ પરિવારને માનવતા રૂપે રાહત મળે એ માટે એજન્સી સાથે અમે વાત કરી અને રેલવેના અધિકારીઓ ઉપસ્થિત થતા તેમની સાથે પણ વાત કરી. માનવતાની દ્રષ્ટિએ દ્રષ્ટિએ એ લોકોએ આ પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કંપની અને રેલવે વિભાગ દ્વારા બંને મૃતકોના પરિવારને 50-50 લાખ વળતર પેટે આપવાની તેમણે જોગવાઈ કરી છે. જે બંને શ્રમિકો મૃત્યુ પામ્યા છે તેમની ડેડબોડીને લઈને ગરબાડા ખાતે પીએમ માટે મોકલવા માટે જિલ્લા પંચાયતે સભાની પણ મોકલી હતી. ત્યારબાદ અંતિમ ક્રિયા માટે તેઓ રવાના થશે.

આ પણ વાંચોAyodhya રામ મંદિરમાં આજે ધ્વજારોહણ, પીએમ મોદીએ રોડ શો બાદ સપ્ત ઋષિ મંદિરમાં પૂજા અર્ચના

Read More

Trending Video