Chaitar Vasava : ગુજરાતમાં છેતરપિંડીના ઘણા કૌભાંડો સામે આવી રહ્યા છે. ક્યાંક યુનિવર્સીટી નકલી તો ક્યાંક શિક્ષકો નકલી હવે આ પ્રકારના વાતાવરણમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં છે. ત્યારે આવો જ એક મામલો રાજપીપળાથી સામે આવ્યો છે. જેને લઈને સરકારને ચીમકી આપ્યા છતાં પણ આજે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચૈતર વસાવાએ તેમની સાથે ધરણાં પર બેસવું પડ્યું હતું.
આજે રાજપીપળાની માં કામલ નર્સિંગ કોલેજમાં ઓરીજનલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા અને લાખોની ફી ભરીને એડમિશન લીધું, ત્રણ વર્ષથી કોઈ સ્કોલરશીપ આપવામાં આવી નથી, ત્રણ વર્ષથી કોઈ કોચિંગ કે તાલીમ આપવામાં નથી આવી, કે આજ સુધી કોઈ યુનિવર્સિટી જોઈ નથી. ત્યારબાદ મેં નર્સિંગ કોલેજની મુલાકાત લઈને જોયું કે બોગસ ટ્રસ્ટ દ્વારા નર્સિંગ કોલેજ ચાલે છે એ બાબતને લઈને તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને નર્મદા પોલીસ અધિક્ષકને આ મુદ્દા પર ફરિયાદ કરી હતી. છતાં પણ હજુ સુધી કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી.
MLA ચૈતર વસાવા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ધરણા પર ઉતર્યા | Nirbhaynews#chaitarvasava #aap #viralvideo #Gujarat #adiwasi #nirbhaynews #nursingcollege #nirbhaynews pic.twitter.com/kn9Z7eQ3bM
— Nirbhaynews (@nirbhaynews1) November 21, 2024
ત્યારે આજે આ મામલે ચૈતર વસાવા અને આ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અને તેમણે આ નર્સિંગ કોલેજની માન્યતા દૂર કરવાની માંગ સાથે ધરણાં પર બેઠા હતા. પહેલા સરકાર તેમની મદદ કરતી નથી. અને બીજી તરફ વિદ્યાર્થીઓ પાસેથી તેમના ઓરીજીનલ ડોક્યુમેન્ટ લઇ લેવામાં આવ્યા છે. અને નર્સિંગના વિદ્યાર્થીઓ હોવા છતાં એક પણ પ્રેક્ટિકલ ક્લાસ લેવામાં આવ્યા નથી. જેના કારણે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય હવે અંધકારમય બન્યા છે.
આ મામલે વાલીઓએ શું કહ્યું ?
વાલીનું કહેવું છે કે, માં કામલ નર્સિંગ કોલેજમાં અમારા બાળકોનું અમે એડમિશન કરાવ્યું. દીકરીને સરકારીમાં એડમિશન ન મળતા અમે આ કોલેજમાં એડમિશન લીધું. અત્યારે આ કોલેજમાં બધી ફી ભરી દીધી હોવા છતાં અમારા બાળકોના ઓરીજીનલ ડોક્યુમેન્ટ આપ્યા નથી. ફી પણ અમે અમારા ઘર પર લોન લઈને ભરી છે. આ સંસ્થાએ અમારા બાળકોના ભવિષ્ય સાથે રમત કરી છે. અમારી બસ એક જ માંગ છે કે આ સંસ્થાની માન્યતા રદ્દ થવી જોઈએ.
ચૈતર વસાવાએ આ મામલે શું કહ્યું?
ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે કહ્યું કે, અમે આ વિદ્યાર્થીઓની સાથે આજે SP કચેરી પહોંચ્યા હતા. જ્યાં અમે રજૂઆત કરી છે. અને આ મામલે RMO સાહેબને અરજદાર બનાવી અને અમે માત્ર આ વિદ્યાર્થીઓની ફી ત્રણ વર્ષની અને તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ પાછા મળી જાય તેવી અમારી અત્યારે રજુઆત છે. અમને પણ ખબર છે કે આ લાંબી પ્રક્રિયા છે. પણ અત્યારે વિદ્યાર્થીઓની ફી, શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે અને ઓરીજનલ ડોક્યુમેન્ટ મળી જાય તેવી જ અત્યારે તો અમારી માંગણી છે.