Chaitar Vasava : ચૈતર વસાવા આદિવાસી રીક્ષાવાળાઓ માટે હવે મેદાને ઉતર્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળની ઓફિસે ધરણાં

November 22, 2024

Chaitar Vasava : નર્મદામાં જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં ઘણા લોકો પાસેથી જમીન લેવામાં આવી હતી. આ જમીનો છોડી હવે કેટલાક લોકો રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે તેમને કેટલાક ગામમાં રીક્ષા ચલાવવા દેવની ના પડતા આજે ડેડિયાપાડા (Dediapada)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની સાથે આજે મેદાને ઉતર્યા છે. આજે ચૈતર વસાવા (Chaitar Vasava) સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળની ઓફિસે પહોંચ્યા હતા. અને તેમની સાથે મળીને સત્તામંડળની ઓફિસમાં ધરણાં પર બેઠા હતા.

આ મામલે ચૈતર વસાવાએ શું કહ્યું ?

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) આજે મોટી સંખ્યામાં નર્મદાના અસરગ્રસ્ત લોકો સાથે મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલ ખાતે ધરણા પર બેઠા હતા. ચૈતર વસાવા (Chaitar Vasava)એ જણાવ્યું હતું કે, જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદરની તરફ આવે છે જેમ કે લીમડી, વાગડિયા, દેવડીયા જેવા સાત ગામો છે તે લોકોને પણ અંદર જવા માટે પરમિશન લેવી પડે છે. ઘણા લોકોએ પોતાની જમીનો ગુમાવી અને આજે તેઓ રીક્ષા ચલાવવા માટે મજબૂર છે. પરંતુ તે લોકોને પોતાના વિસ્તારમાં જ રીક્ષા ચલાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. તેમની રીક્ષા ડિટેન પણ કરવામાં આવે છે. તો રોજગારીના હેતુસર આ વિસ્તારના લોકોને અહીંયા રીક્ષા ચલાવવા દેવામાં આવે તે માંગ સાથે અમે ધરણા પર બેઠા છીએ.

વધુમાં તેમણે (Chaitar Vasava) જણાવ્યું કે, જ્યારે અમે અહીંયા સીઓને મળવા માટે આવ્યા તે પહેલા તેઓ અહીંયાથી નીકળી ગયા અને અહીંયા જે ડેપ્યુટી કલેક્ટર હતા તેમણે પણ અમને જવાબ આપવાની તસ્દી લીધી નહીં. જેના કારણે અમારે અહીંયા ધરણા પર બેસવું પડ્યું છે. હાલ કલેકટરે જણાવ્યું છે કે એમને દસ દિવસનો સમય આપવામાં આવે. જો 10 દિવસમાં કોઈ નિર્ણય નથી આવતો અને આ રિક્ષાચાલકોને ન્યાય નથી મળતો, તો અમે મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો અને નર્મદાના અસરગ્રસ્તો સાથે રાખીને આ વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટા ધરણા પ્રદર્શન કરીશું.

આ પણ વાંચોAsaram Case : આસારામે આજીવન કેદની સજા નાબૂદની અરજી, SCએ ગુજરાત હાઈકોર્ટ પાસે જવાબ માંગ્યો

Read More

Trending Video