Chaitar Vasava એ મહારાષ્ટ્રના ધુલેમાં આદિવાસી સંમેલનમાં આપી હાજરી, હવે રાષ્ટ્રીય કક્ષાએથી કરી ભીલપ્રદેશની માંગ

January 15, 2025

Chaitar Vasava : ડેડીયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના મુદાઓને લઈને હંમેશા સરકાર સામે લડતા જોવા મળતા હોય છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના વિકાસને લઈને ભીલપ્રદેશની માંગ કરતા જોવા મળતા હોય છે. આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભીલપ્રદેશની માંગ ને લઈને હંમેશા બોલતા હોય છે. મહારાષ્ટ્રના ધૂલેમાં આદિવાસી એકતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ચૈતર વસાવાએ ભીલપ્રદેશની માંગણી કરી હતી.

આદિવાસી એકતા મહાસંમેલનમાં ચૈતર વસાવાએ કહ્યું કે, દેશમાં અત્યારે કોઈ મૂળ નિવાસી સમાજ હોય તો તે આદિવાસી સમાજ છે. રોડ બનાવવા, પુલ બનાવવા કે, ખનીજ કામના ખોદકામ ને લઈને સૌથી વધુ આદિવાસી સમાજ વિસ્થાપિત થયો છે. એક કરોડ આદિવાસી સમાજ દેશમાં વિસ્થપિત અવસ્થામાં છે. દેશની વસ્તીમાં 8% આદિવાસી સમાજ છે. પણ 1% ટકા આદિવાસી પાસે પોતાની જમીન નથી. હું આદિવાસી સમાજની અનામત સીટમાંથી ચૂંટણી લડી રહ્યો છું. એટલે હું આદિવાસી સમાજ માટે બોલીશ અને ભીલપ્રદેશ માટે પણ બોલીશ. રાજ્યના મુખ્યમંત્રી આદિવાસી નથી, મોટા અધિકારીઓ પણ આદિવાસી નથી. આઝાદીના 78 વર્ષ પછી અમૃત કાળ મનાવવામાં આવી રહ્યો છે. રોડ-રસ્તા , બિલ્ડીંગો બનાવવાથી આદિવાસીનો વિકાસ થતો નથી. આદિવાસી સમાજ આજે પણ જળ, જંગલ અને જમીન માટે લડી રહો છે. આદિવાસી સમાજે શાળાના શિક્ષકો, માટે હોસ્પિટલ ના ડોક્ટરો, માટે આંદોલનો કરવા પડે છે. હવે આંદોલન ન કરવા પડે એના માટે જ ભિલ પ્રદેશની માંગ કરી રહ્યા છીએ. મરાઠા લોકોને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતી લોકોને ગુજરાત મળ્યું, તમિલ લોકોને તામિલનાડુ મળ્યું તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું તો હવે આદિવાસી સમાજને પણ ભીલપ્રદેશ મળવું જોઈએ.

આ પણ વાંચો : Banaskantha : બનાસકાંઠાના વિભાજનને લઈને રાજનીતિ તેજ, ધાનેરા મામલે પૂર્વ ધારાસભ્યએ હવે PMને લખ્યો પત્ર

Read More

Trending Video