Chaitar Vasava : દેડિયાપાડામાં ચૈતર વસાવાની ધરપકડ, રોષે ભરાયેલા સમર્થકોએ પોલીસવાનનો કર્યો ઘેરાવ

July 5, 2025

Chaitar Vasava : એક તરફ અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચર્ચાનો વિષય બની છે. તો બીજી તરફ તેમના કોને કોઈ નેતાઓ સતત ચર્ચાનો વિષય બની રહ્યા છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. આજે દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોઈ બાબતે ભાજપ નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સહીત ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન ભાજપ નેતા અને ચૈતર વસાવા કોઈ બાબતે આમને સામને આવી ગયા હતા. જે બાદ ત્યાં ઝપાઝપી સર્જાઈ હતી. અને વાત વધારે વધી જતા તેમની ધરપકડ કરવામાં આવી છે. અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કારણ કે જે રીતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. અને તેના જ કારણે સમર્થકો ભડક્યા છે. અને ચૈતર વસાવાને લઇ જતી પોલીસની વાનને ઘેરી વળ્યાં હતા. કેટલાક લોકો તો પોલીસ વાન પર ચડી ગયા હતા.

Read More

Trending Video