Chaitar Vasava : ડેડિયાપાડામાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક મંચ પર જોવા મળ્યા, ધારાસભ્યના રાઉડી અંદાજે સૌકોઇનું ધ્યાન ખેંચ્યું

October 17, 2024

Chaitar Vasava : ગુજરાતમાં આદિવાસી નેતાઓમાં સૌથી જાણીતા ચહેરા મનસુખ વસાવા અને ચૈતર વસાવા (Chaitar Vasava) છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમ તો એકબીજાના કટ્ટર વિરોધી છે. ક્યારેય કોઈ કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા નથી. પરંતુ આજે એક સરકારી કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) એક મંચ પર જોવા મળ્યા હતા. સરકારનો એક પેડ માં કે નામ કાર્યક્રમમાં ચૈતર વસાવા (Chaitar Vasava) અને મનસુખ વસાવા (Mansukh Vasava) એક સાથે હાજર રહ્યા હતા. અને આ જ કાર્યક્રમમાં ચૈતર વસાવાએ સરકારના મંત્રીનો ઉધડો લીધો હતો.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના માલસામોટ ખાતે “એક પેડ મા કે નામ”ના ખાતમૂહર્ત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા, ડો. દર્શના દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસીંગ તડવી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ સમગ્ર કાર્યક્રમ રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ જ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા રાઉડી અંદાજમાં દેખાય હતા. અને સરકારના મંત્રી મુકેશ પટેલનો ચાલુ વક્તવ્ય દરમિયાન ઉધડો લીધો હતો.

ચૈતર વસાવા જોવા મળ્યા આક્રમક અંદાજમાં

આ કાર્યક્રમમાં ચૈતર વસાવા ખુબ આક્રમક અંદાજમાં મંત્રી અને સરકારનો ઉધડો લેતા જોવા મળ્યા હતા. જેમાં તેઓ કહે છે કે, પ્રોજેક્ટના ખાતમુહર્ત પહેલા ગ્રામસભા અને વનઅધિકાર સમિતિની સહમતિ લેવી જોઈએ. આદિવાસીઓના ભોગે વિકાસ થશે તો અમે સહમત નથી. પર્યટન સ્થળોનો વિકાસ સ્થાનિક લોકોની ભાગીદારી અને રોજગારીથી થશે તો અમે સહમતિ આપીશું. માલસામોટ હિલ સ્ટેશન પર કોર્પોરેટ જગતની નજર છે. અહીંની 303 એકર જમીન હાઉસિંગ સોસાયટીને ફાળવવામાં આવી છે જે અમારા આદિવાસી પરિવારો ખેતી કરે છે અને તેથી જ અમે એક ઇંચ પણ જમીન આપીશું નહીં.

જાહેર કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ તંત્રની પોલ ખોલી અને ઉધડો લીધો હતો. જેમાં તેમણે કહ્યું કે, વિકાસના નામે અમારી જળ જંગલ જમીન અને સંસ્કૃતિ ઉપર અતિક્રમણ કરવાની કોશિશ કરી તો અમે લડીશું. વિકાસ કરો, રોજગારી આપો પણ અમારી જમીન પર નજર ના નાખો. 49 લાખના કૌશલ્ય વર્ધક કેન્દ્રના લોકાર્પણ-ઉદ્ઘાટનમાં નર્મદા વન વિભાગે 6 કરોડ ખર્ચ બતાવી વાઉચર થી ટ્રાઈબલ ના નાણા વાપર્યા, આ કઈ રીતની સિસ્ટમ છે ? સાપુતારા હિલ સ્ટેશન પર્યટન અને રોજગાર વિકાસના નામે જમીનો લઇ સત્તામંડળ બનાવી મુળ ગામના અમારા આદિવાસી લોકોને નીચે નવાગામમાં ખસેડી આજે લારી ગલ્લા પણ મુકવા દેવામાં આવતા નથી. કેવડિયામાં વિકાસના સપના દેખાડ્યા પરંતુ આજે ત્યાં અમારી માતા બહેનો રડી રહી છે. ફોરેસ્ટ વિભાગ જંગલ સાચવવાના બદલે દર વર્ષે પોત પોતાની એજન્સી રાખીને કરોડો રૂપિયા ઉતારે છે. વનમંત્રી મુકેશ પટેલ ની ઉપસ્થિતિમાં ગયા વર્ષે વૃક્ષારોપણના કાર્યક્રમમાં આજ જગ્યા થયો હતો તે રોપા કયા ગયા?

આ પણ વાંચોRailway Advance Booking : રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગની મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાની જાહેરાત

 

Read More

Trending Video