Chaitar Vasava : નર્મદામાં છેલ્લા ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) વચ્ચે હંમેશા રાજકીય ગરમ ગરમી ચાલતી જ રહે છે. બંને એકબીજા પર આક્ષેપો કરતા રહે છે. લોકસભાની ચૂંટણી હોય કે પછી નાનામાં નાની જનતાની સમસ્યા બંને નેતાઓ એકબીજા પર આક્ષેપો કરતા જ રહે છે. ત્યારે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં હાલ નર્મદામાં એક વન મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના આરોપ છે કે તેમને આ વન મહોત્સવમાં આમંત્રણ જ આપવામાં આવ્યું નથી. અને સામે મનસુખ વસાવાએ પણ તેમના પર આરોપો લગાવ્યા છે.
નર્મદામાં 75મોં વન મહોત્સવ યોજાયો
નર્મદા જિલ્લામાં 75મો વન મહોત્સવ રાજપીપળા સરદાર ટાઉન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ફરી ચૈતર વસાવા અને અધિકારીઓ પર વિફર્યા હતા. વન મહોત્સવના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ડીડીઓ, ડીઆરડીએ ડાયરેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ડીએફઓ હાજર નહિ રહેતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા હતા. ફોરેસ્ટ વિભાગે શુ કામગીરી કરી છે તેનો હિસાબ આપવો પડશે વન મહોત્સવની નિમંત્રણ પત્રિકામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ નામ હતું પણ હાજર રહ્યાં નથી તે બાબતે પણ સાંસદે કહ્યું કે ત્યાંના આગેવાન છે. તો એમને હાજર રહેવું જોઈતું હતું. સાથે ચૈતર વસાવા પર આક્ષેપ કરતા સાંસદે કહ્યું કે ડેડીયાપાડા વિસ્તારોમાં ધારાસભ્ય જ જંગલ કાપો કાપો કરી રહ્યા છે.
ચૈતર વસાવા પર મનસુખ વસાવાના આક્ષેપો
સાંસદે ચૈતર વસાવા પર આક્ષેપ કર્યો કે એક રાજકીય આગેવાન થઈને ફોરેસ્ટની જમીનમાં પોતે મકાન બનાવી દીધું છે. અને આજુબાજુની જમીન પોતે અને તેમના પરિવારના લોકો ખેડી રહ્યા છે. એકલો મનસુખ વસાવા બોલતો રહેશે એ નહિ ચાલે બધા એ બોલવું પડશે જો ફોરેસ્ટ વિભાગ કેસ નહિ કરે તો મનસુખ વસાવા કેસ કરશે. ચૈતર વસાવા હોઈ કે પછી બીજો કોઈ પણ ચમરબંધી હોઈ મનસુખ વસાવાને કોઈનો ડર નથી. મનસુખ વસાવા એમનેમ ગુસ્સો કરતો નથી. એનું યોગ્ય કારણ પણ હોઈ છે. જિલ્લા પંચાયત પ્રમુખ અને ફોરેસ્ટના અધિકારીઓને આગામી દિવસોમાં તમામ આગેવાનોની મિટિંગ રાખવા પણ સૂચના આપી જેમાં ફોરેસ્ટ વિભાગે શુ કર્યો કર્યા છે તેનો હિસાબ આપવો પડશે.
વન મહોત્સવમાં આમંત્રણને લઈને ચૈતર વસાવાની પ્રતિક્રિયા
નર્મદા વન વિભાગના કોઈ પણ અધિકારી દ્વારા ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)ને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જેને લઈને ચૈતર વસાવા (Chaitar Vasava)એ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, મને ટેલીફોનિક જાણ પણ કરવામાં આવી નથી. એક જન પ્રતિનિધિને પ્રોટોકોલ પ્રમાણે જાણ કરવી જોઈએ. પરંતુ જાણ પણ કરી નથી. સાથે જ મનસુખ વસાવાના આક્ષેપો પર ચૈતર વસાવાએ કહ્યું કે, તમે અવારનવાર મારા ઘરને લઈને આક્ષેપો કરો છો તો જો તમને શંકા હોય તો ટેપ પેટ્ટી લઈને આવો અને માપી લો. મનસુખભાઇ વસાવાના ચાલ અને ચરિત્રને લોકો જાણી ગયા છે. એટલે તેઓ અવારનવાર આવા નિવેદનો આપતા રહે છે.
Mansukh Vasava ના આરોપ સામે ચૈતર વસાવાએ આપ્યો તીખો જવાબ |
Nirbhaynews#chaitarvasava #aadivasi #gujarat #nirbhaynews #mansukhvasava #viralvideos #nirbhaynews pic.twitter.com/W7ZGkjSPWs— Nirbhaynews (@nirbhaynews1) August 14, 2024