Chaitar Vasava ની ધરપકડ પર મોટી બબાલ, ગોપાલ ઇટાલિયાને પોઇચા ગામ પાસે જ રોકવામાં આવ્યા

July 6, 2025

Chaitar Vasava : ગુજરાત અત્યારે કોઈ મુદ્દાને કારણે ચર્ચામાં રહે કે ન રહે, પણ આમ આદમી પાર્ટીના કારણે સતત ચર્ચામાં રહે છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. ગઈકાલે દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભાજપ નેતા સંજય વસાવા અને ચૈતર વસાવા કોઈ બાબતે આમને સામને આવી ગયા હતા. જે બાદ ત્યાં ઝપાઝપી સર્જાઈ હતી. અને વાત વધારે વધી જતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે રીતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી તેના જ કારણે સમર્થકો ભડક્યા હતા. અને ચૈતર વસાવાને લઇ જતી પોલીસની વાનને ઘેરી વળ્યાં હતા. કેટલાક લોકો તો પોલીસ વાન પર ચઢી પણ ગયા હતા. ગઈકાલથી આજ સુધી ચૈતર વસાવાને હજુ સુધી છોડવામાં આવ્યા નથી.

એક તરફ પોલીસ સ્ટેશન બહાર પરિવારજન અને સમર્થકો સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે ચૈતર વસાવા માટે ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા છે. ત્યારે તેમને પોઈચા ગામ પાસે રોકી દેવામાં આવ્યા હતા. અને પોલીસે તેમને કહ્યું કે તમને રોકવાનો આદેશ છે. પણ ઇટાલિયાએ કહ્યું કે, હું વકીલ તરીકે જાવ છું તો વકીલને પોતાના અસીલને મળવા જવા માટે કોઈ રોકી શકે નહિ. અને મને પહેલા લેખિતમાં મને રોકવાનો ઓર્ડર બતાવો પછી મને રોકજો.

આ પણ વાંચોChaitar Vasava ની ધરપકડ પર ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા, “ગુંડાઓ ભાજપમાં છે અમારા ચૈતર વસાવા મારામારી ન કરી શકે”

Read More

Trending Video