Chaitar Vasava : ચૈતર વસાવાની ધરપકડ મામલે મોટી અપડેટ, પોલીસે રિમાન્ડ માંગતા કોર્ટે શું કહ્યું જાણો

July 6, 2025

Chaitar Vasava : આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં ખુબ મજબૂત થઇ રહી છે. અને ત્યારે જ કોઈ નવાજુની થઇ રહી છે. ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવાની ભાજપ નેતાની ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ચૈતર વસાવા ભાજપ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. છતાં તેમની ફરિયાદ લેવામાં આવી નહિ. અને તેમની ધરપકડ કરવામાં આવી. જે બાદ સમર્થકો ખુબ મોટાપાયે એકઠા થઇ ગયા હતા. અને પોલીસ સ્ટેશન બહાર પોલીસ સાથે બબાલ કરી રહ્યા છે. સાથે જ ભારે હોબાળો પણ કરવામાં આવ્યો હતો. જે બાદ આજે પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પોલીસે ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા.

Read More

Trending Video