યોજના રદ્દ નહી કરો તો 156 નો CM આવે કે 56 નો PM આવે, સરકારી કાર્યક્રમ થવા નહી દઈએ : Chaitar Vasava

ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના સંબોધનમાં ફિલ્મી અંદાજમાં સરકાર પર નિશાન સાધ્યું

October 20, 2023

જ્ઞાન સહાયક યોજના (Gyan Sahayak Scheme) અંતર્ગત સરકાર દ્વારા શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવાના નિર્ણયનો TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આ યોજનાના વિરોધમાં દાંડીથી (Dandi) સાબરમતિ આશ્રમ (Sabarmati Ashram) સુધી યુવા અધિકાર યાત્રાના નામથી રિવર્સ દાંડીયાત્રા (Damdi March) કાઢવામાં આવી જેનો આજે છેલ્લો દિવસ છે. આ યાત્રા આજે ગાંધીનગર (Gandhinagar) પહોંચી અહીં સત્યાગ્રહ છાવણી ખાતે એક ભવ્ય સભાનું આયોજન થયું હતું. અહીં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના સંબોધનમાં ફિલ્મી અંદાજમાં સરકાર પર નિશાન સાધ્યું હતું.

જબ તક તોડેંગે નહી તબ તક છોડેંગે નહી

AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasava) જણાવ્યું કે, છેલ્લા ઘણાં દિવસોથી હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મળ્યા તેમની વેદના સાંભળી, ઘણાં રડી પડ્યા. આ આંસુઓ જોયા એટલે અમે 8 દિવસ તડકો છાંયો જોયા વિના ગાંધીનગર પહોંચ્યા. શિક્ષણમંત્રી (Minister of Education) એવું કહે છે કે, જ્ઞાન સહાયક રદ્દ નહી થાય નોકરી કરવી હોય તો કરો નહીતર ઘરે બેસો. અમે ભારતીય જુમલા પાર્ટીને (BJP) કહેવા માંગીએ છીએ કે, તુમકો ક્યા લગતા થા નહી લૌટેગે જબ તક તોડેંગે નહી તબ તક છોડેંગે નહી.

ખાનગીકરણ સામે લડાઈ

સરકારના મળતીયા સોલંકી અને નાકરાણીની એજન્સીઓથી કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. આવનારા દિવસોમાં આ લોકો શિક્ષકોનું શોષણ કરવા માટેની આ ભાજપ સરકારીની યોજના છે. સરકાર બધુ ખાનગી લોકોને સોંપી દેવા માંગે છે. આવનારા દિવસોમાં શિક્ષકોની કરાર આધારિત ભરતી કરી શિક્ષણ ખાનગી લોકોને સોંપવા માંગે છે અને જો આવું થયું તો આવનારા દિવસોમાં પોલીસ સહાયક, તલાટી સહાયક બધી જ કરાર આધારિત ભરતી થશે આ લડાઈ માત્ર શિક્ષકોની નોકરી માટેની નહી ખાનગીકરણની છે.

અમારા સમાજને સૌથી વધુ નુકસાન

શિક્ષણના ખાનગીકરણથી સૌથી વધારે નુંકસાન અમારા સમાજને છે કારણ કે, અમારો સમાજ છે જે અમારા બાળકોને સરકારી શાળામાં ભણાવે છે. ધારાસભ્યો (MLA) કે સાંસદ (MP) સભ્ય તેમના દિકરા-દિકરીઓને સરકારી શાળામાં ભણાવતા નથી તેથી તેમને કંઈ નુકસાન નહી થાય અમે કાયમી શિક્ષકોનું મહત્વ સમજીએ છીએ.

પહેલે રોકેંગેં, ફીર ટોકેંગે ફીર નહી સુધરે તો ઠોકેંગે

ગાંધીનગરના (Gandhinagar) મંચ પરથી કહીશ કે, જ્ઞાન સહાયક (Gyan Sahayak Scheme) રદ્દ નહી થાય તો 156 નો CM આવે કે, 56 નો PM આવે અમે સરકારી કાર્યક્રમ નહી થવા દઈએ. MP-MLA ને કહીએ છીએ કે આ યોજના રદ્દ નહી થાય તો તમારા ઘરનો ઘેરાવો કરીશું. અમારા આદિવાસીઓમાં કહેવત છે કે, પહેલે રોકેંગેં, ફીર ટોકેંગે ફીર નહી સુધરે તો ઠોકેંગે.

Read More

Trending Video