Chaitar Vasava : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મનરેગા કૌભાંડનો મામલો સતત ચર્ચાનો વિષય રહ્યો છે. મનરેગા કૌભાંડમાં પહેલા મંત્રી બચુ ખાબડના પુત્રોનું નામ આવ્યું હતું.જે બાદ આ કૌભાંડના તાર ભરૂચ, સુધી પહોંચ્યા હતા. અને આ કેસમાં સૌથી મોટા પુરાવાઓ ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)એ આપ્યા હતા. તેઓએ આ મામલે સતત સવાલો ઉભા કર્યા હતા. મનરેગાના ભરૂચમાં થયેલા કૌભાંડમાં અંદાજે 400 કરોડ જેવડું મોટું કૌભાંડ આચારવામાં આવ્યું છે. અને આ મામલાની વધુ એક કડી હીરા જોટવા સુધી પહોંચી હતી. અને અંતે આ મનરેગા કેસમાં હીરા જોટવાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે તેના પુત્રની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
ચૈતર વસાવા (Chaitar Vasava)એ શું કહ્યું ?
મનરેગા કૌભાંડમાં હીરા જોટવા (Hira Jotva) અને તેના પુત્રની ધરપકડ બાદ આજે ચૈતર વસાવાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું કે, અગાઉ મેં જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડના માસ્ટર માઈન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે, તે વાત સાચી પડી. ભરૂચના એસપીએ હીરા જોટવાના દીકરાની ધરપકડ કરી છે. મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ છે. કોંગ્રેસ નેતા હીરા જોટવા અને સાંસદ બચુ ખાબડે મળીને પંચાયત પાસેથી કામો લઈ લીધા અને પોતાની એજન્સીને આપી દીધા. ભાજપ-કોંગ્રેસ નેતાઓની એજન્સીઓએ એક પણ વખત રેતી કપચી નાખ્યા વગર બોગસ બીલો પાસ કર્યા.
હીરા જોટવા અને બચુ ખાબડની એજન્સીઓએ રોયલ્ટી અને જીએસટી વગરના બિલો બતાવી કરોડો રૂપિયા સેરવી લીધા. પાંચ વર્ષ દરમિયાન એજન્સીઓમાં 2500 કરોડ જમા થયા. હીરા જોટવાએ આ નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ રૂપે આપ્યા છે. કોંગ્રેસ નેતા હીરા જોટવાએ હવાલા સ્વરૂપે કરોડો રૂપિયા પોતાના દીકરા પાસે લંડન મોકલ્યા હતા. મારી સરકારને અપીલ છે કે CBI, ED અને GST વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે. જો કડક રીતે તપાસ કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સાંસદો અને મંત્રીઓના નામ આ કૌભાંડમાં બહાર આવે એમ છે.
bharuch : ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ મુદ્દે હીરા જોટવાની સામે CBI, ED, ની માંગ કરી… | Nirbhaynews #bharuch #hirajotva #MGNREGAscam #Viralvideo #Nirbhaynews #Bharuch #BharuchPolice #Congress #chaitarvasava pic.twitter.com/tqsFG7H1mB
— Nirbhaynews (@nirbhaynews1) June 28, 2025
આ કૌભાંડમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના અધિકારીઓના નામ પણ બહાર આવે એમ છે. એસઆઇટીને આ નેતાઓ નિષ્પક્ષ તપાસ કરવા દેશે નહીં. હવાલા પેટે જે રકમ વિદેશોમાં મોકલવામાં આવી છે તે પાછી લાવવામાં આવે. જો આ કૌભાંડની કડક તપાસ કરવામાં નહીં આવે તો અમે લોકોને સાથે રાખીને કલેક્ટર, એસપી અને નિયામક કચેરીનો ઘેરાવ કરીશું. કૌભાંડમાં જેટલા નાણા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સેરવી લેવામાં આવ્યા છે, તેને રિકવર કરવામાં આવે અને તે નાણાનો ઉપયોગ ગામોના વિકાસ માટે કરવામાં આવે.
આ પણ વાંચો : Congress નેતા હીરા જોટવાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, પુત્ર દિગ્વિજયની પણ ધરપકડ