Chaitar Vasava : ભરૂચમાં ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક ફરિયાદ, ફેકટરીમાં બ્લાસ્ટ બાદ ફરજમાં આડે આવવા પોલીસે જ કરી ફરિયાદ

December 11, 2024

Chaitar Vasava : ભરૂચમાં થોડા દિવસ પહેલા અંક્લેશ્વરની એક ફેકટરીમાં આગ લાગી હતી. અંકલેશ્વર GIDCમાં આવેલ ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટમાં 4 મજૂરોના મોત નિપજ્યા હતા. જે બાદ આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીની મુલાકાતે ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા. અને તેમણે અને પીડિત પરિવારોએ કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલામાં તપાસ હાથ ધરવામાં નહિ આવે ત્યાં સુધી અમે મૃતદેહો સ્વીકારીશું નહિ. જે બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સામે જ હવે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં પોલીસ જ ફરિયાદી બની છે. આ સાથે જ હવે ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે.

ચૈતર વસાવાએ કહ્યું કે, અમે અને પીડિત પરિવારોએ ન્યાયની માંગણી કરી હતી. કંપની પાસે અમે માનવતાની રહે વળતરની માંગ કરી હતી. ત્યાંના સ્થાનિક નેતાઓને આ મામલાની જાણ થતાં તેમના પેટમાં તેલ રેળાયું હતું. અને સ્થાનિક પોલીસ સાથે મળીને અમારા વિરુદ્ધ જ ફરિયાદ કરવામાં આવે છે. ભરૂચમાં ખુલ્લેઆમ દારૂના ઠેકાઓ ચાલે છે. અને તેમાં ક્યાં અધિકારીની મીલીભગત છે તેના પુરાવાઓ રૂપે અમે 35 જેટલા વિડીયો જાહેર કર્યા છે. જો ભરૂચ SPમાં પાણી હોય તો આ અધિકારીઓ પર કાર્યવાહી કરે. અમારા પર FIR કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી. તમારી જેલ મોટી કરી દેજો. અમે તો અવાજ ઉપડશું જ.

આ પણ વાંચોParliament Session : તમે આ ગૃહને લાયક નથી..જ્યારે કિરેન રિજિજુ રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિના અપમાનથી નારાજ થયા

Read More

Trending Video