Chaitar Vasava : ભરૂચના અંકલેશ્વરમાં ઝડપાયેલ ડ્રગ્સ બાદ આમ આદમી પાર્ટી મેદાને, ચૈતર વસાવાએ રેલી કાઢી અને હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી

October 16, 2024

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત ડ્રગ્સના વેપલા ઝડપાતા આવે છે. ભલે તે સરહદ હોય કે ગુજરાતના અંદરના જિલ્લાઓ દરેક જગ્યાએથી ડ્રગ્સ પકડાય જ છે. આ ડ્રગ્સ અત્યારે યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. આ ડ્રગ્સના કારણે જ દેશનું ભવિષ્ય બરબાદ થઇ રહ્યું છે. ગુજરાતના અંક્લેશ્વરના GIDCમાંથી 5000 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતુ. જેને લઈને આજે ચૈતર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે મેદાને ઉતાર્યા છે . અને ડ્રગ્સના વિરોધમાં રેલી કાઢી હતી. અને સાથે જ કલેક્ટરને આ મામલે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.

શું છે સમગ્ર મામલો ?

અંકલેશ્વરની GIDCમાં આવકાર ફાર્મા ટ્રક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 518 કિલોનું ડ્રગ્સ મળ્યું. આ ડ્રગ્સની કિંમત કુલ 5000 કરોડ આંકવામાં આવી રહી છે. અગાઉ પણ GIDCમાં ફાર્મા ઇન્ફીનિટી કંપનીમાંથી 1026 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું. આ અગાઉ બીજી એક ફાર્મા કંપનીમાં 1383 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું. તેવી જ રીતે આ વિસ્તારમાં જંબુસર, ભરૂચ, વાગરા કે દહેજમાં જીવ રક્ષાની ફાર્મા કંપનીઓ છે તે જ કંપનીઓમાં અવારનવાર આવા નશીલા પદાર્થ પકડાયા છે.

ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું ?

એશિયાની સૌથી મોટી જીઆઇડીસીમાં જ્યાં હજારો લાખો લોકો કામ કરે છે અને રહે છે ત્યાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું ધ્યાન આપી રહી છે? ભરૂચ અને ગુજરાતની પોલીસ શું ધ્યાન આપી રહી છે? જો દિલ્હીની પોલીસ આવીને 5,000 કરોડનું ડ્રગ્સ પકડે છે, તો સવાલ થાય છે કે કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે. હાલ 5000 કરોડનું ડ્રગ્સ પકડાયું પરંતુ અગાઉ જે કંપનીમાંથી ડ્રગ્સ પકડાયું હતું તે કંપનીઓ ફરીથી ચાલુ થઈ ગઈ છે તો એ જ સવાલ થાય છે કે કોની રહેમ હેઠળ આ બધું થઈ રહ્યું છે. યુવાનોને નશાની લત પર ચડાવીને રાતોરાત કરોડપતિ બનવાની ઉદ્યોગ જગતમાં હોડ લાગી છે. દવાની આડમાં નશો વેચાઈ રહ્યો છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આ મુદ્દા પર ભાજપની સરકાર અને ભાજપના ગૃહ રાજ્યમંત્રી સદંતર નિષ્ફળ રહ્યા છે.

Chaitar Vasava

ત્યારે આમ આદમી પાર્ટીએ હવે આ ડ્રગ્સ પર નિયંત્રણ લાવી ન શકવાને કારણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ પ્રકારની કંપનીઓ પર સરકાર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ લાવી શકતી નથી. ત્યારે હવે સરકાર આ મામલે કોઈ નક્કર પગલાં લેશે કે પછી હજુ વધારે મોટી માત્રામાં ડ્રગ્સ પકડાય છે.

આ પણ વાંચોElection Commissioner : મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, આ કારણ સામે આવ્યું

Read More

Trending Video