Chaitar Vasava : છેલ્લા કેટલાક સમયથી અલગથી ભીલપ્રદેશની માંગ સાથે આદિવાસી વિસ્તારમાં સતત બધા આંદોલન કરી રહ્યા છે. હવે આ મામલે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જાહેરમાં ભીલપ્રદેશની માંગ કરતાં આદિવાસીઓ અને ચૈતર વસાવાને આડેહાથ લીધા હતા. અને ચૈતર વસાવાને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેવા આરોપો લગાવ્યા હતા. જે બાદ આજે છોટા ઉદેપુર જિલ્લામાં યોજાયેલ એક જનજાગૃતિ કાર્યક્રમમાં ચૈતર વસાવાએ કુબેર ડીંડોર અને સરકારને આડેહાથ લીધી હતી.
Chhotaudaipur : આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાનો દબદબો #chhotaudaipur #chaitarvasava #viralvideo #nirbhaynews #aadivasi pic.twitter.com/2zLnjxfuTz
— Nirbhaynews (@nirbhaynews1) January 11, 2025
ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે યુવાઓ અને છોટા ઉદેપુરમાં જનતાને સંબોધતા કહ્યું કે, જ્યારથી ધરતી પર જીવ સૃષ્ટિની શરૂઆત થઇ તેમાં પહેલા આદિમાનવ આવ્યા અને તેમાંથી આદિવાસી આવ્યા અને તે આપણા પૂર્વજો છે. અને તેમણે જ ભીલપ્રદેશ વસાવ્યું હતું. પછી જેમ જેમ યુદ્ધો થયા તે યુદ્ધોમાં પણ આદિવાસીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તે સાથે જ ઘણા આદિવાસીઓએ રાજાઓ માટે બલિદાન પણ આપ્યા છે. અને ત્યારબાદ જેમ જેમ અલગ અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યા તેવી જ રીતે ભીલપ્રદેશના ટુકડા થઇ ગયા અને આદિવાસીઓને અલગ અલગ જગ્યાએ રહેવા જવું પડ્યું.
Chaitar Vasava એ ભીલ પ્રદેશને લઈને વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ#chaitarvasava #bhilpradesh #viralvideos #nirbhaynews #gujarat #aadivasi pic.twitter.com/0FLstd7KPV
— Nirbhaynews (@nirbhaynews1) January 11, 2025
કુબેર ડીંડોર અને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, દેશના દરેક નાગરિક ટેક્સ ભરે છે. અને તેનાથી જ સરકાર દેશ ચલાવે છે. અમે કોઈને છેતરવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. અમે તો યુવાઓ અને મહિલાઓએ અને દરેક આદિવાસીને આહવાન કરીએ છીએ કે આપણી ભીલપ્રદેશની લડાઈ ચાલુ રાખવાની છે અને જયારે પણ જરૂર પડે ત્યારે આગળ આવવું પડશે. જેમ ગુજરાતીઓને ગુજરાત મળ્યું, તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, મરાઠીઓને મહારાષ્ટ્ર મળ્યું તેમ આદિવાસીઓને પણ ભીલપ્રદેશ પણ મળવું જોઈએ.