Chaitar Vasava : તાપીમાં મહાપંચાયત પહેલા ચૈતર વસાવાનું જોરદાર સ્વાગત, કુકરમુંડા અને વેલદા ટાંકી ગામના લોકો ઢોલ નગારા સાથે પહોંચ્યા

November 23, 2025

Chaitar Vasava : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને ખાસ કરીને હાલ આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા ખુબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. સતત એક બાદ એક જનસભાઓ કરી રહ્યા છે. સાથે જ ચૈતર વસાવા ગામેગામ ફરી અને લોકોને મળી રહ્યા છે અને તેમને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. ત્યારે આજે તાપીમાં પણ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ મહાપંચાયત માટે તેઓ તાપી પહોંચ્યા હતા જ્યાં સભા સ્થળ પર પહોંચે તે પહેલા જ તેમને સમર્થકોએ ઘેરી લીધા અને ફુલહારથી વધાવી લીધા હતા.

કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા ધારાસભ્ય ચૈતર વસાવાએ હજારો સમર્થકો સાથે તાપીના સોનગઢ(ગામ – ગુણસદા) બરડીપાડા તરફ પ્રસ્થાન કર્યું હતું. ત્યારે કુકરમુંડા અને વેલદા ટાંકી ગામના લોકોએ ધારાસભ્ય ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઢોલ નગારા અને ફુલહાર સાથે હજારોની સંખ્યામાં લોકોએ ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવા રૂમકી તલાવ, નારણપુર, ઉચ્છલ તરફ આગળ વધશે. કિસાન મહાપંચાયતમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં AAP પ્રદેશ નેતાઓ ઉપસ્થિત રહેશે. ખેડૂતોના મુદ્દા, આદિવાસી સમાજના મુદ્દા, જમીન સંપાદનના મુદ્દા સહિત અનેક મુદ્દાઓ પર ધારાસભ્ય ચૈતર વસાવા પોતાનો અવાજ ઉઠાવશે.

આ પણ વાંચોAAP Gujarat : તાપીમાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત માટે ખેડૂતોને આહવાન, મનોજ સોરઠીયાએ શું કહ્યું ?

Read More

Trending Video